બેંગલુરૂઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં તે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરનાર કેપ્ટન બની ગયો છે. રવિવારે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. તેણે મિશેલ સ્ટાર્કના બોલ પર બાઉન્ડ્રી ફટકારીને આ મુકામ હાસિલ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીને આ મેચ પહેલા ધોનીનો રેકોર્ડ તોડવા માટે માત્ર 17 રનની જરૂર હતી. આ સાથે તે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. ધોનીએ 127 ઈનિંગમાં 5000 રન બનાવ્યા હતા. તો કોહલી પોતાની 82મી ઈનિંગમાં અહીં પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 131 ઈનિંગમાં અહીં પહોંચ્યો હતો. 


આ સાથે કોહલી કેપ્ટનના રૂપમાં વનડેમાં 5000 રન બનાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા એમએસ ધોની (6641), મોહમ્મદ અઝહરુદ્દીન (5239) અને સૌરવ ગાંગુલી (5104) તેનાથી આગળ છે. કુલ મળીને તે આમ કરનાર 8મો કેપ્ટન છે. પોન્ટિંગ 8497 રનની સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. તો ન્યૂઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ (6295), શ્રીલંકાના અર્જુન રણતુંગા (5608) અને આફ્રિકાનો ગ્રીમ સ્મિથ (5416) આ યાદીમાં સામેલ છે. 


INDvsAUS: રોહિતે વનડેમાં પૂરા કર્યા 9000 રન, વિરાટ બાદ સૌથી ઝડપી ભારતીય


કોહલીએ આ સિરીઝની પ્રથમ મેચમાં ચોથા નંબરે બેટિંગ કરી હતી. મુંબઈના વાનખેડે મેદાન પર તેણે 16 રન બનાવ્યા હતા. તો રાજકોટમાં રમાયેલી સિરીઝની બીજી વનડેમાં તેણે ત્રીજા ક્રમે બેટિંગ કરતા 78 રન બનાવ્યા હતા. 


આમ તો બેંગલુરૂનું મેદાન કોહલી માટે વનડેમાં લકી રહ્યું નથી. તેણે આ મેદાન પર 5 ઈનિંગમાં 63 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ આ મેદાન પર 12.60ની રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર