IndvsWI: વિરાટ કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, બન્યો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવી દીધું છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન બની ગયો છે.
જમૈકાઃ ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને જમૈકા ટેસ્ટમાં 257 રનથી હરાવીને બે મેચોની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 318 રનથી જીતી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતની આ 28મી ટેસ્ટ જીત છે. આ સાથે કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. તેણે એમએસ ધોનીનો 27 ટેસ્ટ જીતનો રેકોર્ડ તોડી દીધો છે.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝની સામે ચોથી ઈનિંગમાં 468 રનનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ મેચના ચોથા દિવસે બીજા સત્રમાં વિન્ડીઝની ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને 117 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 299 રનની મોટી લીડ હોવા છતાં કોહલીએ ફોલોઓન ન આપવાનો નિર્ણય કર્યો અને બીજીવાર બેટિંગ કરી હતી. પોતાની બીજી ઈનિંગમાં ભારતે ચાર વિકેટ પર 168 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો.
જીત બાદ કેપ્ટન કોહલીએ કહ્યું કે, જીતનો આ રેકોર્ડ ટીમ વિના સંભવ નહતો. તેણે આ તકે બોલરોની ખુબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, તેના વગર આ સંભવ નથી.
ભારતીય ટીમ આગામી 6 મહિનામાં છ ટીમો સામે રમશે 36 મેચ, જુઓ કાર્યક્રમ
કોહલીએ પોતાની 48મી ટેસ્ટ મેચમાં આ જીત હાસિલ કરી છે. તો ધોનીએ 60માથી 27 અને ગાંગુલીએ 49માથઈ 21 મેચ જીતી હતી. અઝહરુદ્દીને 14 ટેસ્ટ મેચમાં વિજય હાસિલ કર્યો હતો. કોહલીની આગેવાનીમાં અત્યાર સુધી ભારત માત્ર 10 ટેસ્ટ હાર્યું છે. ભારતની બહાર કોહલીની આ 13મી જીત છે. આ પ્રમાણે પણ તે સૌથી સફળ ભારતીય કેપ્ટન છે.
કેપ્ટન | મેચ | જીત | હાર | ડ્રો/ટાઈ | જીત% |
વિરાટ કોહલી | 48 | 28 | 10 | 10 | 58.33 |
એમએસ ધોની | 60 | 27 | 18 | 15 | 45 |
સૌરવ ગાંગુલી | 49 | 21 | 13 | 15 | 42.86 |
અઝહરુદ્દીન | 47 | 14 | 14 | 19 | 29.79 |
પટૌડી | 40 | 9 | 19 | 12 | 22.5 |
સુનીલ ગાવસ્કર | 47 | 9 | 8 | 30 | 19.15 |
રાહુલ દ્રવિડ | 25 | 8 | 6 | 11 | 32 |
બિશનસિંહ બેદી | 22 | 6 | 11 | 5 | 27.27 |
સચિન તેંડુલકર | 25 | 4 | 9 | 12 | 16 |
કપિલ દેવ | 34 | 4 | 7 | 23 | 11.76 |
વનડેમાં ધોની સૌથી આગળ
વનડેની વાત કરીએ તો ધોની સૌથી સફળ ભારતીય કેપ્ટન છે. તેણે 200માથી 110 મેચ જીતી છે. મોહમ્મદ અઝહરુદ્દીન 90 અને સૌરવ ગાંગુલીએ 76 મુકાબલા જીત્યા છે. તો વિરાટ કોહલીએ 80માથી 58 વનડે મેચ જીતી છે.