માનચેસ્ટરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મુકાબલામાં તેણે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 11000 રન પૂરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ પોતાની 230મી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચની 222મી ઈનિંગમાં આ કીર્તિમાન બનાવ્યો છે. કોહલીએ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિને 284મી મેચની 276મી ઈનિંગમાં 11 હજાર રન પૂરા કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીને આ મેચ પહેલા 11000 રન પૂરા કરવા માટે 57 રનની જરૂર હતી. તેણે હસન અલીના બોલ પર ચોગ્ગો ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ અને સચિનના રેકોર્ડમાં એક સંયોગ પણ જોવા મળ્યો હતો. સચિને પાકિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપ 2003ના મુકાબલામાં 12 હજાર વનડે રન પૂરા કર્યાં હતા. તો 1999ના વિશ્વકપમાં ભારત-પાક મુકાબલામાં સચિને વનડેમાં 8000 રન પૂરા કર્યાં હતા. 


વિરાટે 205 ઈનિંગમાં 10000 રન પૂરા કર્યાં હતા. એટલે કે આગામી એક હજાર રન બનાવવા માટે તેણે માત્ર 17 ઈનિંગ રમી. 


એકદિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી 11000 રન પૂરા કરનારા બેટ્સમેનોની વાત કરવામાં આવે તો રિકી પોન્ટિંગે 286 ઈનિંગમાં આ મુકામ હાસિલ કર્યો હતો. 


તે એકદિવસીય ક્રિકેટમાં 11000 રન પૂરા કરનાર ત્રીજો ક્રિકેટર છે. વનડેમાં ભારત માટે સૌથી વધુ રનનો રેકોર્ડ 18426 સચિનના નામે છે. તો ભારત માટે 11000 રન બનાવનાર બીજો બેટ્સમેન સૌરવ ગાંગુલી છે જેના નામે વનડે ક્રિકેટમાં 11363 રન છે. 


વનડેમાં સૌથી ઝડપી 11000 રન પૂરા કરનાર બેટ્સમેન


બેટ્સમેન ઈનિંગ
વિરાટ કોહલી 222*
સચિન તેંડુલકર 276
રિકી પોન્ટિંગ 286
સૌરવ ગાંગુલી 288
જેક કાલિસ 293