IPL 2023: 31 માર્ચે IPLમાં પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ વર્ષ IPL ખૂબ જ રોમાંચક રહેવાનું છે. તેનું સૌથી મોટું કારણ એ પણ છે કે આ વખતે તમામ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમતી જોવા મળશે. RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં ફોર્મમાં પાછો ફર્યો છે. કોહલી આ IPLમાં ઘણી મોટી સિદ્ધિઓ મેળવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી પાસે IPLની આ સિઝનમાં નંબર વન બનવાની સારી તક છે. વિરાટ કોહલીના હાલ IPLમાં 6624 રન છે. જો વિરાટ વધુ 376 રન બનાવશે તો તે IPLના ઈતિહાસમાં 7000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે.



વિરાટ કોહલી આ વખતે IPLનો મોટો રેકોર્ડ બનાવી શકે છે. વિરાટ પાસે ક્રિસ ગેલને હરાવવાની સારી તક છે. કોહલીએ આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધી 5 સદી ફટકારી છે. તે ક્રિસ ગેલના સૌથી વધુ 6 સદીના રેકોર્ડને તોડવાથી માત્ર 2 સદી દૂર છે. કોહલી હાલમાં જે પ્રકારના ફોર્મમાં છે તેને જોતા આ રેકોર્ડ તોડી શકે એમ છે.


50+ સ્કોર કર્યા બાદ કોહલી IPLમાં પચાસ કે તેથી વધુ 50+ સ્કોર બનાવનાર બીજો બેટ્સમેન બનશે. તેણે અત્યાર સુધીમાં 49 વખત 50+ સ્કોર બનાવ્યા છે. ડેવિડ વોર્નરે સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવ્યા છે. તેણે 59 વખત 50+ સ્કોર કરીને આ રેકોર્ડ બનાવ્યો છે.


આ પણ વાંચો:
રાશિફળ 26 માર્ચ: મેષ સહિત આ રાશિના જાતકોને ગ્રહ ગોચર કરાવશે લખલૂટ લાભ
આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ , 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત 5.35 લાખ

WATCH VIDEO: શરત લગાવો કે તમે તમારા જીવનમાં આવો કેચ ક્યારેય જોયો નહીં હોય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube