નવી દિલ્હીઃ વિરાટ કોહલીની પાસે કેપ્ટન તરીકે ખુદને સાબિતકરવા માટે ખુબ ઓછો સમય બાકી છે. જો વિરાટ કોહલી ભારતને 2021 ટી20 વિશ્વકપ, 2022 ટી20 વિશ્વકપ અને 2023 વનડે વિશ્વકપમાંથી કોઈ એક ટૂર્નામેન્ટની ટ્રોફીમાંથી ન અપાવી શક્યો તો તેણે કેપ્ટનશિપ છોડવી પડી સકે છે. 2023 વનડે વિશ્વકપ બાદ વિરાટ કોહલીની ઉંમર 34-35 વર્ષ થઈ જશે, તેવામાં ભારતીય ટીમે નવા કેપ્ટનની શોધ કરવી પડશે. મહત્વનું છે કે એવા ત્રણ ક્રિકેટર છેસ જે વિરાટ કોહલીના સ્થાને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંત
રિષભ પંત ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં પંતે ટીમ ઈન્ડિયા માટે સારૂ પ્રદર્શન કર્યુ છે અને આ કારણ છે કે તે ત્રણેય ફોર્મેટમાં પોતાની જગ્યા પાકી કરી ચુકયો છે. રિષભ પંતની પાસે એક સ્માર્ટ મગજ છે. રિષભ પંતમાં કેપ્ટન બનવાના ઘણા ગુણ હાજર છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરતા રિષભ પંતે શાનદાર કામ કર્યુ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube