IND vs SL: નવા વર્ષે જૂના અવતારમાં જોવા મળ્યો કિંગ કોહલી, સચિન તેંડુલકરનો મહા રેકોર્ડ પણ તોડ્યો
Virat Kohli Century: શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં કોહલીએ તોફાની ઈનિંગ રમી છે. તેણે 110 બોલમાં1 66 રન ફટકાર્યા. કોહલીની આ ઈનિંગમાં 13 ચોગ્ગા અને આઠ સિક્સ સામેલ રહી છે.
તિરૂવનંતપુરમઃ Virat Kohli Century: ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી 2023માં શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. તેણે આ વર્ષે પોતાની ત્રીજી વનડેમાં બે સદી ફટકારી છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રીજી વનડેમાં તેણે 110 બોલમાં 166 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં કુલ 13 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. આમાં તેનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ હતો. પ્રથમ વખત તેણે ODIની એક ઇનિંગમાં 8 સિક્સર ફટકારી છે. આ નવા વર્ષે કોહલી એ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે જેના માટે તે જાણીતો છે. કોહલી લાંબા સમય બાદ પોતાના જૂના અવતારમાં પરત ફર્યો છે. કિંગ કોહલીએ શ્રીલંકા સામે સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.
વનડેમાં કોઈપણ ટીમ સામે સૌથી વધુ સદી
કિંગ કોહલી શ્રીલંકા સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકા સામેની વનડેમાં આ તેની 10મી સદી હતી. શ્રીલંકા સામે કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સદી છે. આ પછી બીજા નંબર પર સચિન તેંડુલકર છે. સચિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં કુલ 9 સદી ફટકારી છે.
આ પણ વાંચોઃ વિરાટે શર્ટલેસ થઈને અનુષ્કા સાથે શેર કર્યો રોમેન્ટિક Photo, મિનિટોમાં થયો વાયરલ
ભારતમાં સૌથી વધુ સદી ફટકારી
કિંગ કોહલીએ ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારીને ભારતમાં તેની 21મી સદી ફટકારી હતી. હવે તેણે ભારતમાં રમતા 22 સદી પૂરી કરી છે. પ્રથમ વનડેમાં જ તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં ભારતમાં રમતા કુલ 20 સદી ફટકારી હતી.
છેલ્લી ચાર મેચમાં ત્રીજી સદી
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ તેની છેલ્લી ચાર વનડેમાં ત્રણ સદી ફટકારી છે. સૌથી પહેલા તેણે 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી ODI મેચમાં સદી ફટકારી હતી. આ મેચમાં તેણે 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. આ પછી તેણે ગુવાહાટીમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ જ મેચમાં તેણે 87 બોલમાં 113 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ Rishabh Pant: ઋષભ પંત વિશે સામે આવી મોટી માહિતી, ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube