કોહલીનો ફેવરિટ ખેલાડી જ બન્યો તેનો દુશ્મન! એક સમયે જે હતો વિરાટનું સૌથી મોટું હથિયાર
કોહલીના ચાહકોને આશા હતી કે આ મેચરમાં વિરાટની સારી ઈનિંગ જોવા મળશે. પરંતુ 170 રનના ટાર્ગેટને ચેઝ કરતા આ બેટર ફ્લોપ સાબિત થયો અને માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો.
નવી દિલ્લીઃ કોહલીના ચાહકોને આશા હતી કે આ મેચમાં વિરાટની સારી ઈનિંગ જોવા મળશે. પરંતુ 170 રનના ટાર્ગેટને ચેઝ કરતા આ બેટર ફ્લોપ સાબિત થયો અને માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ધાંસૂ બેટર વિરાટ કોહલી માટે તેનો જ ફેવરિટ ખેલાડી સૌથી મોટો દુશ્મન બની ગયો છે. મંગળવારે રાજસ્થાન રોયલ્સની સામે આઈપીએલમાં વિરાટ કોહલી આરસીબી માટે મોટી ઈનિંગ રમવાના મૂડમાં હતા. પરંતુ એક શખ્સે તેની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું. કોહલી આ મેચમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા.
કોહલીને ફેવરિટ ખેલાડી બની ગયો દુશ્મન-
કોહલીના ચાહકોને આશા હતી કે આ મેચમાં વિરાટની સારી ઈનિંગ જોવા મળશે. પરંતુ 170 રનના ટાર્ગેટને ચેઝ કરતા આ બેટર ફ્લોપ સાબિત થયો અને માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો. થયું એવું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોકની પારીની નવમી ઓવરમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી યુઝવેન્દ્ર ચહલે કેપ્ટન સંજૂ સેમસન સાથે મળીને કોહલીને રનઆઉટ કરી દીધો. વિરાટને સંજૂ અને યુઝવેન્દ્રની સ્ફૂર્તિના કારણે રન આઉટ થઈ પેવેલિયન પાછું જવું પડ્યું.
ક્યારેક હતો કોહલીનું સૌથી મોટું હથિયાર-
ચહલને આ વર્ષે રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં રાખ્યો છે. આ પહેલા તે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સનું સૌથી મોટું હથિયાર હતું. યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલીના માનિતા ખેલાડીઓમાં સામેલ હતો. તેણે પોતાની ઘાતક બોલિંગથી આરસીબીને અનેક મેચ જીતાડ્યા હતા. જો કે, આ વર્ષે આરસીબીએ તેને રીટેઈન નથી કર્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ગ્લેમ મેક્સવેલને રીટેઈન કર્યા હતા. પરંતુ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને રીટેઈન ન કરવામાં આવ્યો અને આ નિર્ણયે તમામ લોકોને ચોંકાવ્યા હતા.ઓક્શનમાં પણ બેંગ્લોરે ચહલ માટે બોલી નહોતી લગાવી. જે બાદ રાજસ્થાન રોયલ્સે લેગ સ્પિનરને 6.5 કરોડમાં ખરીદ્યો.
બેંગ્લોરે રાજસ્થાનને હરાવ્યું-
રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 169 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.1 ઓવરમાં જ પુરો કરી લીધો. એક સમયે આરસીબીનો સ્કોર 87/5 હતો. પરંતુ અંતમાં દિનેશ કાર્તિક અને શાહબાઝ અહમદે મળીને 67 રનની પાર્ટનરશિપ કરીને આરસીબીને હારેલી બાજી જિતાડી દીધી. દિનેશ કાર્તિક અને શાહબાઝ અહમદ વચ્ચે 67 રનની ભાગીદારી થઈ રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવો પડ્યો