INDvsENG : વિરાટે કેપ્ટન તરીકે બનાવ્યો નવો રેકોર્ડ, ડિવિલિયર્સને છોડ્યો પાછળ
આ પહેલા તે વનડેમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 અને 2000 રન બનાવી ચુક્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક કીર્તિમાન પોતાના નામે કરી લીધો. કેપ્ટનશિપ અને બેટિંગમાં નવા રેકોર્ડ પોતાના નામે કરી રહેલા વિરાટ માટે આ મેચ વધુ એક કીર્તિમાન લઈને આવ્યો. તે કેપ્ટન તરીકે વિશ્વમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર ખેલાડી બની ગયો. આ પહેલા તે વનડેમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 અને 2000 રન બનાવી ચુક્યો છે.
વિરાટ કોહલીએ વનડેમાં કેપ્ટન તરીકે 3000 રન બનાવવા માટે 49 ઈનિંગ રમી. તેણે વનડેમાં 17 ઈનિંગમાં કેપ્ટન તરીકે 1000 રન બનાવ્યા હતા. આ રીતે 2000 રન બનાવવા માટે તેણે 36 ઈનિંગ રમી. આ રેકોર્ડ બનાવવા માટે વિરાટને 12 રનની જરૂર હતી. આ રેસમાં તેણે નિવૃતી જાહેર કરી ચુકેલા એબી ડિવિલિયર્સને પાછડ છોડ્યો. ડિવિલિયર્સે આ રેકોર્ડ બનાવવા માટે 60 ઈનિંગ રમી હતી.