પુણેઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સોમવારે કહ્યુ કે, ઈંગ્લેન્ડ (India vs England 1st ODI) વિરુદ્ધ મંગળવારથી શરૂ થનારી વનડે સિરીઝના પ્રમથ મુકાબલામાં રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 સિરીઝમાં ચાર નવી-નવી ઓપનિંગ જોડી ઉતારી હતી, જેમાં અંતિમ મુકાબલામાં કોહલી અને રોહિતે ઈનિંગની શરૂઆત કરી હતી. કોહલીએ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યુ, જ્યાં સુધી ઓપનિંગનો સવાલ છે તો તેમાં કોઈ શંકા નથી કે ધવન અને રોહિત ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતરશે. જ્યારે વાત વનડે ક્રિકેટની હોય તો મને નથી લાગતું કે રોહિતને ધવનની સાથે ઉતારવામાં કોઈ પરેશાની હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે સારૂ કર્યું છે. 


ધવનનું વનડેમાં પ્રદર્શન સારૂ રહ્યું છે, પરંતુ તેણે જૂન 2019 બાદથી વિશ્વકપ દરમિયાન ઈજા થવા તથા કોરોના વાયરસને કારણે માત્ર નવ વનડે મુકાબલા રમ્યા છે. આ નવ મુકાબલામાં તેણે બે મેચમાં બેટિંગ કરી નથી. 


આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઈન્ડિયા પાસે  ICC ODI Rankings માં નંબર-1 બનવાની શાનદાર તક


ધવને સાત વનડે મેચોમાં 46.85ની એવરેજથી 2, 36, 74, 96, 74, 30 અને 16 રન બનાવ્યા છે. આ વનડે સિરીઝનું આયોજન તેવા સમયે થઈ રહ્યું છે જ્યારે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે અને ટી20 પર ધ્યાન કેન્દ્રીત છે. 


કોહલીએ કહ્યું, કાર્યક્રમ એવી વસ્તુ છે જે અમારૂ નિયંત્રણમાં નથી. અમારા માટે આ એક આંતરરાષ્ટ્રીય મેચ છે અને બધા આંતરરાષ્ટ્રીય મુકાબલા મહત્વપૂર્ણ હોય છે. પોતાની ટીમનું પ્રતિનિધિતિવ કરવાનો આ એક અવસર છે અને અમારૂ ધ્યાન તે વાત પર કેન્દ્રીત છે. મેં ઘણીવાર કહ્યુ કે કાર્યક્રમ અને કામનો ભાર એવી વસ્તુ છે જેનાથી બધાએ સાવચેત રહેવું જોઈએ. વિશેષ કરીને આજના સમયમાં જ્યારે અમને ખ્યાલ નથી કે ક્યારે પ્રતિબંધ લાગી જાય અને તમારે ભવિષ્યમાં પણ બાયો બબલમાં રમવું પડે. 


આ પણ વાંચોઃ ભારતના દિવ્યાંશ-ઈલાવેનિલે 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ પુણેમાં રમાશે. ભારતીય કેપ્ટને કહ્યુ, મારા ખ્યાલથી તે જરૂરી છે કે કેટલુ ક્રિકેટ તમે રમ્યા છો, ન માત્ર શારીરિક સાઇડ પરંતુ માનસિક રીતે પણ. ખેલાડીઓએ આ વિસે ચર્ચા કરવા અને સલાહ લેવાની જરૂર છે. મને નથી લાગતું કે આ ક્રિકેટ સિસ્ટમ અને ક્રિકેટની પરંપરાને આગળ વધારવા માટે સારી છે. આપણે ભવિષ્યમાં એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેથી અમે વધુ મજબૂત બનીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube