કોહલી પર હિતોના ટકરાવનો મામલો, એથિક્સ અધિકારીને કરવામાં આવી ફરિયાદ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પદ પર હિતોના ટકરાવનો મામલો સામે આવી રહ્યો છે અને સંજીવ ગુપ્તાએ આ માટે બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડીકે જૈનને એક મેલ પણ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલીના પદ પર હિતોના ટકરાવનો મામલો સામે આવી રહ્યો છે અને સંજીવ ગુપ્તાએ આ માટે બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડીકે જૈનને એક મેલ પણ કર્યો છે.
સંજીવ ગુપ્તાએ કહ્યુ કે, વિરાટ કોહલી એક સમય પર બે-બે પદ પર રહેલો છે, જે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર બીસીસીઆઈના નિયમ 38(4) નું ઉલ્લંઘન છે અને તેણે પોતાના એક પદને ત્યાગવુ પડશે.
ગુપ્તાએ પોતાના મેલમાં વિરાટ કોહલી સ્પોર્ટસ એલએલપી સંપનીની સાથે ભારતીય કેપ્ટનની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો છે, જેમાં બે ડાયરેક્ટર-માલિક છે. જેનું નામ વિરાટ કોહલી અને અમિત અરૂણ સજદેહ છે.
ગુપ્તાએ સાથે કોર્નરસ્ટોન વેન્ચર પાર્ટનર એલએલપીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ત્રણ ડાયરેક્ટર-માલિક છે અને તેના નામ વિરાટ કોહલી, અમિત અરૂણ સજદેહ અને બિનોય ભરત ખિમજી છે.
શ્રીલંકાના ક્રિકેટર કુસલ મેન્ડિસની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે ઘટના
સંજીવ ગુપ્તાએ કહ્યુ, હું નૈતિક અધિકારીને વિનમ્રતાપૂર્વક તે વિનંતી કરુ છું કે તે વિરાટ કોહલીને એક પદ ત્યાગવાનો આદેશ આપે જેથી બીસીસીઆઈના બંધારણ તારીખ 21.08.18ના નિયમ ક્રમાંક 38 (4)નું પાલન કરી શકાય, જે સર્વોચ્ચ કોર્ટ દ્વારા મંજૂર છે.
સંજીવ ગુપ્તાએ કહ્યુ, મારે કંઇ હાસિલ કરવુ નથી અને સારૂ કંઇ દાવ પર નથી. આ તો સર્વોચ્ચ કોર્ટના નિર્ણયની પવિત્રતા અને પાલન છે, જે માટે હું છેલ્લા ચાર વર્ષથી દરરોજ એકલો જ સંઘર્ષ કરી રહ્યો છું. હું આ માટે ત્યાં સુધી લડાઈ લડતો રહીશ જ્યાં સુધી મારૂ શરીર મને મંજૂરી આપશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube