બેંગલુરૂઃ IPL 2023માં પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારી છે. છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 64 બોલમાં સદી ફટકાર્યા બાદ તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વની મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં, જ્યાં તેણે હવે ક્રિસ ગેલને પછાડીને સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે IPL ઈતિહાસમાં બે મેચમાં સતત સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી પહેલા IPL ઈતિહાસમાં બે એવા ખેલાડી છે જેમણે બે મેચમાં સતત બે સદી ફટકારી હોય. શિખર ધવને વર્ષ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે આ કર્યું હતું. જ્યારે 2022માં જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ માટે આ કારનામું કર્યું હતું. હવે વિરાટ આવો ત્રીજો ખેલાડી બની ગયો છે. IPLમાં વિરાટ કોહલીની આ સાતમી સદી હતી અને તેણે 6 સદી ફટકારનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ તેની ઇનિંગમાં 61 બોલમાં અણનમ 101 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.


IPL 2023માં તમામ રેકોર્ડ તૂટી ગયા, છેલ્લા 16 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી


IPL 2023માં સદી ફટકારનાર ખેલાડીઓની યાદી
હેરી બ્રુક - 100 અણનમ (55 બોલ) વિ કેકેઆર
વેંકટેશ અય્યર - 104 (51 બોલ) વિ મુંબઈ ઈન્ડિયન્સ
યશસ્વી જયસ્વાલ - 124 (62 બોલ) વિ મુંબઈ ઈન્ડિયન્સ
સૂર્યકુમાર યાદવ - 103 અણનમ (49 બોલ) વિ ગુજરાત ટાઇટન્સ
પ્રભસિમરન સિંહ - 103 (65 બોલ) વિ દિલ્હી કેપિટલ્સ
શુભમન ગિલ - 101 (58 બોલ) વિ સનરાઇઝર્સ હૈદરાબાદ
હેનરિક ક્લાસેન - 104 (51 બોલ) વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલી - 100 (64 બોલ) વિ સનરાઇઝર્સ હૈદરાબાદ
કેમેરોન ગ્રીન - 100 અણનમ (47 બોલ) વિ સનરાઇઝર્સ હૈદરાબાદ
વિરાટ કોહલી- 101 રન વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube