Virat Kohli Birthday Cake Cutting Video: હાલના સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ ટીમ ઇન્ડીયાના સુપરસ્ટાર વિરાટ કોહલી આજે (5 નવેમ્બર 2022) 34 વર્ષના થઇ ગયા છે. તે હાલ ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં ટીમ ઇન્ડીયા ટી20 વર્લ્ડકપ માટે હાજર છે. ભારતે પોતાની આગામી મેચ મેલબોર્નમાં રમવાની છે અને વિરાટે એમસીજીના ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તમને જણાવી દઇએ કે રોહિત શર્માની કેપ્ટનશિપ વાળી ટીમની આગામી ભિડંત ઝિમ્બાવ્બે સામે થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઇએ શેર કર્યો Video
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શનિવારે એક વીડિયો શેર કર્યો છે. તેમાં વિરાટ કેક કાપતા અને પછી તે ખાતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે પૈડી અપટન પણ છે. પૈડી અપટનનો પણ જન્મદિવસ આજે છે. તે ટીમ ઇન્ડીયાના મેન્ટલ કંડીશનિંગ કોચ છે. જ્યારે વિરાટ કોહલીના બેટમાંથી રન બનતા નથી, ત્યારે તે પૈડી અપટન પાસેથી કોચિંગ લેવા ગયા હતા. આ દરમિયાન વિરાટે મેલબોર્ન સ્ટેડિયમમાં પણ કેક કાપી અને તેની પ્રશંસા કરતાં ખાધી પણ.