નવી દિલ્હીઃ આધુનિક ક્રિકેટરમાં શોટ્સનો શોધક ગણાતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અબ્રાહમ ડિવિલિયર્સે બુધવાર (23 મે)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈને તમામને ચોંકાવી દીધા હતા. સુપરમેન, મિસ્ટર કૂલ અને મિસ્ટર 360 ડિગ્રી જેવા નામોથી ક્રિકેટ જગતમાં પોતાની ઓળખાણ બનાવનાર ડિવિલિયર્સ તે પસંદગીના ખેલાડીમાંથી એક રહ્યો છે જેનું સન્માન ન માત્ર તેના દેશના ખેલાડી અને પ્રશંસક કરતા હતા પરંતુ વિશ્વભરમાં તેની રમતની પ્રશંસા કરવામાં આવતી હતી. ડિવિલિયર્સે જ્યારે નિવૃતીના સમાચાર બાદથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રતિક્રિયાની તમામ રાહ જોતા હતા. વિરાટે હવે આ પ્રતિક્રિયાનો ઈંતજાર ખતમ કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ એબી ડિવિલિયર્સની નિવૃતીના ત્રણ દિવસ બાદ તેના માટે ટ્વીટ કર્યું છે. મહત્વનું છે કે ડિવિલિયર્સ આઈપીએલમાં બેંગલુરૂની ટીમમાં કોહલીની આગેવાનીમાં રમે છે. ડિવિલિયર્સ ઘણા લાંબા સમયથી બેંગલુરૂની ટીમનો ભાગ છે. વિરાટ ઘણા ઈન્ટરવ્યૂમાં એબી  અને પોતાની મિત્રતા વિશે જણાવી ચૂક્યો છે. 


આ સાથે વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની દોસ્તી મેદાનમાં પણ જોવા મળે છે. ડિવિલિયર્સે આઈપીએલ 2018માં 6 અર્ધસદીની મદદથી તેણે 12 મેચમાં કુલ 480 રન બનાવ્યા હતા. આઈપીએલ કેરિયરમાં એબીએ 141 મેચ રમી છે, જેમાં 3 સદી અને 28 અર્ધસદીની મદદથી 3953 રન બનાવ્યા છે. 



આઈપીએલ દરમિયાન વિરાટ અને ડિવિલિયર્સે પાર્ટનરશિપમાં પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હવે ડિવિલિયર્સના સંન્યાસ લેવાના બે દિવસ બાદ વિરાટે ટ્વીટ કર્યું છે. મારા ભાઈ, તું જે પણ કરે તેના માટે શુભેચ્છા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા તમે બેટિંગમાં નવા ટ્રેન્ડ સેટ કર્યા છે. ભવિષ્ય માટે મારા તરફથી તમને અને તમારા પરિવારને ખૂબ-ખૂબ શુભકામનાઓ. 


34 વર્ષીય ડિવિલિયર્સે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી એક વીડિયો જારી કર્યો. આ વીડિયોમાં ડિવિલિયર્સે કહ્યું, 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી-20 રમયા બાદ આ સમય છે બીજાને અવસર મળે. ઈમાનદારીથી કહું તો હું થાકી ગયો છું. આ મુશ્કેલ નિર્ણય હતો. મેં આ વિશે ઘણું વિચાર્યું. અમે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર શ્રેણી જીતી અને મને લાગે છે કે, આ નિવૃતી લેવાનો યોગ્ય સમય છે.