મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝિલેન્ડ સામેની 5 વન ડે શ્રેણીમાંથી અંતિમ બે વન ડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ બુધવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યૂઝિલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ કોહલી નહીં રમે. વિરાટ કોહલીને 6 મહિનામાં બીજી વખત આરામ આપવામાં આવ્યો છે. આ અગાઉ તેને એશિયા કપમાં પણ આરામ અપાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IND vs NZ : નેપિયરમાં વિચિત્ર કારણે રોકાઈ રમત, અમ્પાયરોને પણ યાદ નથી કે આવું અગાઉ ક્યારે થયું હતું


બીસીસીઆઈએ બુધવારે જણાવ્યું કે, 'ટીમ મેનેજમેન્ટ અને વરિષ્ટ પસંદગી સમિતિએ છેલ્લા કેટલાક મહિનામાં કોહલી પર કામના દબાણને જોતાં તેને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ સીરીઝ પહેલા આરામ આપવાનો નિર્ણય લીધો છે.' ભારતીય ટીમ ન્યુઝિલેન્ડના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયા સામે ફરી એક વખત વન ડે શ્રેણી રમશે. આ શ્રેણી ભારતમાં જ રમાવાની છે. ત્યાર બાદ માર્ચ-એપ્રિલ-મે મહિનામાં ભારતમાં જ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) પણ રમાવાની છે. 


Koffee With Karan 6 : હાર્દિક પંડ્યા વિવાદ પર પ્રથમવાર બોલ્યો કરણ જોહર


બીસીસીઆઈએ જણાવ્યું કે, 'કોહલીના સ્થાને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણીમાં કોઈ અન્ય ખેલાડીનો સમાવેશ કરાયો નથી. ચોથી અને પાંચમી વન ડે અને ટી20 શ્રેણીમાં રોહિત શર્મા કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન રહેશે.' વિરાટ કોહલીને રેસ્ટ અપાયા બાદ શુભમન ગિલને તક મળી શકે છે. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...