Virat Kohli: વિરાટ કોહલીના ટ્વિટર પર થયા 50 મિલિયન ફોલોઅર્સ, હવે થશે મોટો ફાયદો
Virat Kohli 50 Million Twitter Followers: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાનની બહાર ટ્વિટર પર નવી સિદ્ધિ મેળવી છે. ટ્વિટર પર વિરાટના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ થઈ ગઈ છે. તે ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટર છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના ટ્વિટર પર 50 મિલિયન એટલે કે 5 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. તે માત્ર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટર છે. ઇન્સ્ટાગ્રામ પર પણ વિરાટ સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટ ખેલાડી છે. ક્રિકેટના મેદાનની જેમ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર રેકોર્ડ બનાવી રહ્યો છે. તો શું હોય છે સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર્સ હોવાનો ફાયદો?
કમાણી પર સીધી અસર
સોશિયલ મીડિયા પર જેટલા વધુ ફોલોઅર્સ એટલે કમાણી એટલી વધુ. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના આશરે 211 મિલિયન ફોલોઅર્સ છે. હૂપરની 2022ની ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ અનુસાર, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામની એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 8.69 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે ઇન્સ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીના લિસ્ટમાં દુનિયામાં 14માં નંબર પર છે. આ લિસ્ટમાં પોર્ટુગલનો ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે. તેના ઇન્સ્ટા પર 475 મિલિયન ફોલોઅર્સ છે. તે એક પોસ્ટ માટે આશરે 15.5 કરોડ લે છે.
આ પણ વાંચોઃ Rishabh Pant: આ અભિનેત્રીએ અચાનક માંગી પંતની માફી, હાથ જોડી કહ્યું- I Am Sorry
ટ્વિટરથી કેટલી કમાણી?
ટ્વિટરથી કમાણી કરનાર સેલિબ્રિટીનું લિસ્ટ 2020માં આવ્યું હતું. તે સમયે વિરાટના ટ્વિટર પર આશરે 34 મિલિયન ફોલોઅર્સ હતા. ત્યારે તે એક સ્પોન્સર્ડ ટ્વીટ માટે 35101 ડોલર ચાર્જ કરતો હતો. ભારતીય રૂપિયા અનુસાર આશરે અઢી કરોડ. હવે તેના ફોલોઅર્સ તે સમયના મુકાબલે આશરે 50 ટકા વધી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે તેણે ટ્વીટ માટે પોતાનો ચાર્જ ડબલ કરી દીધો છે.
કોના સૌથી વધુ ફોલોઅર્સ
ભારતમાં ટ્વિટર પર વિરાટ કોહલીથી વધુ પીએમ નરેન્દ્ર મોદી (82 મિલિયન) અને પીએમઓ ઈન્ડિયા (50.5 મિલિયન ફોલોઅર્સ છે. 47.7 મિલિયન સાથે અમિતાભ બચ્ચન ચોથા નંબરે છે. દુનિયામાં ટ્વિટર પર સૌથી વધુ 133.1 મિલિયન ફોલોઅર્સ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના છે. એથલીટ્સમાં અહીં પણ 103.4 મિલિયન ફોલોઅર્સ સાથે રોનાલ્ડો ટોપ પર છે. રોનાલ્ડો એક ટ્વીટ માટે આશરે 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube