ક્રિકેટના આ ફોર્મેટની વિરુદ્ધ છે વિરાટ કોહલી, કહ્યું- રમીશ નહીં
વિરાટ કોહલીએ કહ્યું, હું કોઈપણ નવા ફોર્મેટ માટે પ્રયોગનું માધ્યમ બનવા ઈચ્છતો નથી.
લંડનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે વ્યાવસાયિક સાપેક્ષને કારણે ક્રિકેટની ગુણવત્તા પર અસર પડી રહી છે. આ સાથે તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા પ્રસ્તાવિત 100 બોલના ફોર્મેટની પણ ટીકા કરી છે. ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ કહ્યું, હું પહેલા જ ખુબ... હું તે કહેતો નથી કે પરેશાન છું પરંતુ ઘણીવાર સતત વધુ ક્રિકેટ રમવાથી પરેશાન થઈ જ જાવ છો. મને લાગે છે કે વ્યાવસાયિક સાપેક્ષતાની અસર ક્રિકેટની ગુણવત્તા પર પડી રહી છે, જેનાથી હું દુખી છું.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ 100 બોલનું નવું ફોર્મેટ શરૂ કરવા જઈ રહ્યું છે, જેની બધા ટીકા કરી રહ્યાં છે. કોહલીએ કહ્યું કે, તે વધુ એક ફોર્મેટનો ભાગ બનશે નહીં. તેણે કહ્યું, જે લોકો તેની સાથે જોડાયેલા છે તેની માટે આ રોમાંચક છે પરંતુ હું વધુ એક ફોર્મેટમાં રમી શકું નહીં. કોહલીએ કહ્યું, હું કોઈપણ નવા ફોર્મેટ માટે પ્રયોગનું માધ્યમ બનવા માંગતો નથી. હું વર્લ્ડ ઈલેવનનો ભાગ બનવા ઈચ્છતો નથી જે 100 બોલનું ફોર્મેટ લોન્ચ કરશે.
તેણે કહ્યું, મને આઈપીએલમાં રમવાનું ગમે છે. હું બિગ બેશ લીગ પણ જોવ છું કારણ કે તમારી અંદર તેનાથી પ્રતિસ્પર્ધા વધે છે. મને લીગથી કોઇ વાંધો નથી પરંતુ પ્રયોગ યોગ્ય નથી. ઈજાને કારણે તે સર્રે માટે કાઉન્ટી ક્રિકેટ ન રમી શક્યો પરંતુ તેણે કહ્યું કે, તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ઈચ્છે છે. તેણે કહ્યું, કાઉન્ટી ક્રિકેટ મને ખૂબ પસંદ છે. આ વખતે ન રમી શક્યો પરંતુ ભવિષ્યમાં જરૂર રમીશ.