INDvsBAN: કેપ્ટનના રૂપમાં 5000 રન પૂરા કરવાથી માત્ર 32 રન દૂર છે કોહલી
વિરાટ કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનના રૂપમાં 4968 રન છે. તે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનના રૂપમાં 5000 રન પૂરા કરવાથી માત્ર 32 રન છે. તે આ સિદ્ધી મેળવનાર પ્રથમ એશિયન કેપ્ટન બનશે.
કોલકત્તાઃ ભારતીય ટીમ બાંગ્લાદેશ (IND vs BAN) વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટની (Day Night test) તૈયારી કરી રહી છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (virat kohli) પોતાના નામે વધુ એક સિદ્ધી નોંધાવવાની ઘણો નજીક પહોંચી ગયો છે.
કોહલી કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કરવાથી માત્ર 32 રન દૂર છે. તે આ મુકામ હાસિલ કરનાર ન માત્ર ભારતનો પરંતુ એશિયાનો પ્રથમ કેપ્ટન હશે.
કોહલી જો કોલકત્તા ટેસ્ટમાં આ સિદ્ધી હાસિલ કરી લે તો ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનના રૂપમાં 5000 રન પૂરા કરનાર છઠ્ઠો ખેલાડી હશે. તેની પહેલા દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને રિકી પોન્ટિંગ, વેસ્ટ ઈન્ડિઝના ક્લાઇવ લોયડ અને ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગના નામે છે.
કોહલીએ કેપ્ટનના રૂપમાં તમામ 52 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની 85 ઈનિંગમાં તેણે 19 સદી અને1 2 અડધી સદીની મદદથી 4968 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્દાપણ કરશે પાકિસ્તાનનો 16 વર્ષીય નશીમ શાહ
સ્મિથના નામે 109 મેચોની 193 ઈનિંગમાં 8659 રન છે. તેણે 25 સદી અને 36 અડધી સદી ફટકારી છે. બોર્ડરના નામે 93 મેચોમાં 6623 રન છે. બોર્ડરે 15 સદી અને 36 અડધી સદી ફટકારી છે. તો પોન્ટિંગના નામે કેપ્ટનના રૂપમાં રમેલી 77 ટેસ્ટ મેચોમાં 6542 રન છે. ક્લાઇવ લોયડે 5233 અને ફ્લેમિંગે કેપ્ટનના રૂપમાં 5156 રન બનાવ્યા છે.
કોહલીનું ધ્યાન ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ પર વધુ હશે જે શુક્રવારથી કોલકત્તાના ઇડન ગાર્ડનમાં શરૂ થઈ રહી છે. ભારતીય ટીમની આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. ગુલાબી બોલથી રમાનારી આ મેચ બપોરે 1 કલાકે શરૂ થશે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેનું કહેવું છે કે બેટ્સમેનો માટે તે અનુકૂળ રહેશે કે તે બોલ થોડો લેટ અને શરીરની નજીકથી રમે.
Emerging Teams Cup: રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ભારતીય ટીમ
કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં શૂન્ય રન પર આુટ થયો હતો. ઈન્દોરમાં રમાયેલી આ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube