વિશ્વના 100 ફેમસ ખેલાડીઓના લિસ્ટમાં વિરાટ નંબર-1 ક્રિકેટર, ધોની 13માં ક્રમે
વિરાટ કોહલી અને એમએસ ધોની ન માત્ર ભારતીય ક્રિકેટમાં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ મોટુ નામ છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને એમએસ ધોની ન માત્ર ભારતીય ક્રિકેટ પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ મોટા નામો છે. તેના ચાહનારાઓ વિશ્વના ખૂણે-ખૂણામાં છે. આજ કારણ છે કે જ્યારે વિશ્વના 100 ફેમસ ખેલાડીઓની યાદી જાહેર થઈ તો બંન્ને ક્રિકેટરો બીજાની તુલનામાં ઘણા આગળ રહ્યાં છે. આ લિસ્ટમાં સામેલ થનાર વિરાટ કોહલી નંબર વન ક્રિકેટર રહ્યો તો ધોની નંબર 2. આ લિસ્ટ સોશિયલ ફેન ફોલોઇંગ અને ગુગલ પર ખેલાડીઓને ચર્ચ કરવાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
વર્લ્ડ ફેમ 100માં વિરાટ નંબર 1 ક્રિકેટર
100 સૌથી ચર્ચિત ખેલાડીઓની યાદીમાં પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર-1 પર છે. ટોપ ટેનમાં સામેલ થનાર વિરાટ એકમાત્ર ક્રિકેટર છે. વિરાટને આ યાદીમાં સાતમું સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં સામેલ કોઈપણ ક્રિકેટર અત્યાર સુધીના સૌથી ઉંચા રેન્ક પર છે. વિરાટે પોતાના ગત વર્ષના 11માં રેન્કમાં 4 સ્થાનની છલાંગની સાથે સાતમું સ્થાન હાસિલ કર્યું છે. વિરાટની સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ 37.1 મિલિયન છે અને ગુગલ પર તેનો સર્ચ સ્કોર 25 છે, જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 148 મિલિયન સોશિયલ ફોલોઇંગ અને 100 સર્ચના સ્કોર પ્રમાણે ઘણો ઓછો છે.
વિરાટ બાદ ધોનીનો નંબર
વિરાટની બાદ સૌથી ફેમસ ખેલાડીઓના ક્લબમાં સામેલ થનાર ધોની બીજો ક્રિકેટર છે. ધોનીએ આ વર્ષે સાત સ્થાનની છલાંગ લગાવી છે અને ગત વર્ષે 20માં રેન્કમાં સુધાર કરીને 13મો ક્રમ હાસિલ કર્યો છે. ધોનીની સોશિયલ મીડિયા પર ફોલોઇંગ 20.5 મિલિયન છે તો ગુગલ પર તેનો સર્ચ સ્કોર 5 છે.
વિરાટ ચતુર કેપ્ટન કેમ? RCBને 8 વર્ષમાં એકવાર ચેમ્પિયન નથી બનાવ્યું: ગંભીર
11 ક્રિકેટરોમાં 8 ભારતીય
વિરાટ અને ધોનીને મળીને વર્લ્ડ ફેમ 100 ખેલાડીઓના લિસ્ટમાં કુલ 11 ક્રિકેટરોને સ્થાન મળ્યું છે, જેમાં 8 ભારતીય અને 3 બાંગ્લાદેશી છે. વિરાટ અને ધોની સિવાય આ લિસ્ટમાં યુવરાજ 18માં સ્થાન પર, રૈના 22માં, અશ્વિન 44માં, રોહિત 46માં, હરભજન 74માં, શાકિબ અલ હસન 90માં, મુસ્તફિકુર રહીમ 92માં, શિખર ધવન 94માં અને મુશર્ફે મોર્તુજા 98માં સ્થાન પર છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા 100 ખેલાડીઓના લિસ્ટમાં 93માં સ્થાને છે.