નોર્ટિંઘમ: ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કેપ્ટન વિરાટ કોહલીનો જુસ્સો એકદમ અલગ છે અને ખેલ પ્રત્યે તેમની સમજ ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકર જેવી જ છે. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની ટેસ્ટ સિરીઝમાં બે સદી ફટકારી છે અને અત્યાર સુધી 440 રન બનાવી ચૂક્યો છે. પાંચ મેચોની સિરીઝમાં પહેલી બે મેચોથી પછડાટ ખાધા બાદ ભારતે વાપસી કરતા ત્રીજી મેચ જીતી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોચ રવિ શાસ્ત્રીએઓ 'સ્કાઈ સ્પોર્ટ્સ' માટે માઈક અથર્ટનને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'તેમનામાં (કોહલી) ખેલને લઈને ખુબ જૂનુન છે. તેમને બેટિંગ કરવી ખુબ ગમે છે. તેમને ખુબ મહેનત કરવી ગમે છે. ખેલ પ્રત્યે તેમની લગન અસાધારણ છે અને મેં આ પ્રકારની લગન બીજા કોઈ ખેલાડીમાં જોઈ નથી. તૈયારીઓ, સ્થિતિઓને ધ્યાનમાં રાખવાની રીતે હું (સચિન) તેંડુલકરને તે શ્રેણીમાં રાખીશ, તે જે પ્રકારે યોજના બનાવે છે, સ્થિતિને સમજે છે. આ કોઈ પણ વ્યક્તિમાં સૌથી સારો ગુણ છે.'


તેમણે કહ્યું કે નોર્ટિંઘમમાં 97 અને 103 રનની બે શાનદારી ટેસ્ટ ઈનિંગ છતાં વિરાટ કોહલી આગામી મેચમાં શૂન્યથી શરૂઆત કરશે. કોચે કહ્યું કે હું દાવો કરું છું કે તેમણે આ બે ઈનિંગને ભૂલાવી દીધી છે. તેઓ એવી રીતે બેટિંગ કરવા માટે ઉતરશે કે જાણે સિરીઝમાં અત્યાર સુધી રન જ નથી કર્યાં. 


પૂર્વ હરફનમૌલા ખેલાડીએ ફરીએકવાર કહ્યું કે "ભારતીય ટીમની બોલિંગ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં છેલ્લા સર્વશ્રેષ્ઠ આક્રમણથી અનેકગણી સારી છે. " શાસ્ત્રીએ કહ્યું કે તે ઘણો સારો હતો. જો તમે જુઓ તો ઈંગ્લેન્ડની દશાઓને ધ્યાનમાં રાખતા બે અસરદાર સર્વશ્રેષ્ઠ બોલરો જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર છે. 


ભારતીય દબદબા આગળ નતમસ્તક ઈંગ્લેન્ડ
અત્રે જણાવવાનું કે ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં એકતરફી પ્રદર્શન કરીને મેજબાન ટીમને 203 રનથી સજ્જડ હાર આપી હતી. પહેલા દિવસથી જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પર હાવી હતી અને તેની બાદશાહત મેચ પૂરી થઈ ત્યાં સુધી જોવા મળી. આ જીત સાથે ભારતે સિરીઝમાં ખાતું ખોલ્યું. જો કે પાંચ મેચની આ સિરીઝમાં ભારત હજું 2-1થી પાછળ છે.