ટીમને પ્રોત્સાહન આપ્યું, ખેલાડીઓનો જુસ્સો વધાર્યો, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાથી ભારત રવાના
ઓસ્ટ્રેલિયાથી ઉડાન ભરતા પહેલા વિરાટ કોહલીએ ટીમના સાથીઓ સાથે મુલાકાત કરી અને સિરીઝની બાકી મેચોમાં સારૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે તેની ગેરહાજરીમાં અંજ્કિય રહાણે ટીમની કમાન સંભાળશે.
એડિલેડઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં બાકી ત્રણ મેચો માટે ટીમનો જુસ્સો વધાર્યા બાદ પેટરનિટી લીવ પર ભારત રવાના થઈ ગયો છે. કોહલીના પ્રથમ બાળકનો જન્મ જાન્યુઆરીમાં થવાની આશા છે.
ઓસ્ટ્રેલિયાથી ઉડાન ભરતા પહેલા કોહલીએ ટીમના સાથી ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને સિરીઝની બાકી મેચોમાં સારૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હવે તેની ગેરહાજરીમાં અંજ્કિય રહાણે ટીમની આગેવાની સંભાળશે.
ભારતીય ટીમ એડિલેડમાં આઠ વિકેટથી કારમા પરાજય બાદ સિરીઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે. કોહલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી ઘણા સમય પહેલા પેટરનિટી લીવ મળી ગઈ હતી.
આ પણ વાંચોઃ પેટરનિટી લીવને મુદ્દે વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો સ્મિથ, વિરોધીઓને આપ્યો જવાબ
કોહલીની સાથે ટીમની વાતચીતના આયોજનનો ઇરાદો ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાનો હતો જેથી તે મેલબોર્નમાં રમાનાર બોક્સિંગ ડે (26 ડિસેમ્બરથી) ટેસ્ટ મેચ માટે સકારાત્મક માનસિકતાની સાથે મેદાનમાં ઉતરે.
ભારતીય ટીમ સિરીઝની પ્રથમ મેચ ત્રણ દિવસની અંદર હારી ગઈ હતી, આ દરમિયાન બીજી ઈનિંગમાં માત્ર 36 રનમાં ખખડી ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલીએ રનઆઉટ થતા પહેલા 74 રન બનાવ્યા હતા. તે ભારતનો ટોપ સ્કોરર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube