દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા માટે 2018 સિદ્ધિઓ ભર્યું હતું અને આ બંન્નેએ વર્ષના અંતમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું ટોંચનું સ્થાન યથાવત રાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્ન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 82 રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. તેના ખાતામાંથી ત્રણ પોઈન્ટ ઓછા થઈ ગયા છે. પરંતુ તેમ છતાં તે વિલિયમસનથી 34 પોઈન્ટ આગળ છે. આ વર્ષે વિરાટે પોતાના કરિયરમાં સૌથી વધુ 937 પોઈન્ટ હાસિલ કર્યા હતા. આ એક બેટ્સમેન દ્વારા હાસિલ કરેલા સૌથી વધુ પોઈન્ટ છે. તેણે આ વર્ષે સૌથી વધુ 1322 રન બનાવ્યા. 


કોહલીએ આ વર્ષે ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથને પછાડીને ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું અને તે 135 દિવસથી તેના પર છે. ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં રબાડા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનથી છ પોઈન્ટ આગળ છે. તે ટોંચના સ્થાને પહોંચનાર સૌ પ્રથમ યુવા બોલર બન્યો હતો. તેણે આ વર્ષે 178 દિવસ સુધી પ્રથમ સ્થાને કબજો યથાવત રાખ્યો છે. ચેતેશ્વર પૂજારા ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ચોથા સ્થાને બરકરાર છે. તો રિષભ પંત 10 સ્થાનોની છલાંગ લગાવીને કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 38મા સ્થાને પહોંચી ગયો છે. 



સ્મૃતિ મંધાનાએ જીત્યો ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ
 


મેલબોર્ન ટેસ્ટમાં પર્દાપણ કરનાર મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્સન સાથે બેટ્સમેનોના રેન્કિંગમાં 67મુ સ્થાન હાસિલ કર્યું છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાના સારા પ્રદર્શનથી 28 સ્થાનોની છલાંગ લગાવતા 12મુ સ્થાન હાસિલ કર્યું છે. તેણે મેલબોર્ન ટેસ્ટમાં કુલ નવ વિકેટ હાસિલ કરી હતી, જે એક ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ મેચમાં હાસિલ કરેલી સૌથી વધુ વિકેટ છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે ટેસ્ટ બેટ્સમેનોમાં 13 સ્થાનોની છલાંગ લગાવીને 91મું સ્થાન હાસિલ કર્યું છે, તો ટ્રેવિસ હેડ સાત સ્થાનોની છલાંગ લગાવતા 56મા સ્થાન પર પહોંચી ગઈ છે.