નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કમાણી દિવસે ને દિવસે વધતી જાય છે. વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી આશરે 80 લાખ રૂપિયા કમાય છે. સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર નજર રાખનારી સંસ્થા HOPPERHQ.COM અનુસાર વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર એક તસવીર કે વીડિયો શેર કરવા પર આશરે 80 લાખ રૂપિયા મળે છે. વિરાટ કોહલીના ઇંસ્ટાગ્રામ પર 23.2 મિલિયન ફોલોવર્સ છે. વિરાટ કોહલીના લગ્ન બાદ ઇંસ્ટાગ્રામ પર તેના ફોલોવર્સની સંખ્યામાં 32 લાખનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન બાદ વિરાટ કોહલીની વધુ લોકપ્રિયતા
નવેમ્બર 2017માં ફોર્બ્સ મેગેઝિનનો એક રિપોર્ટ સામે આવ્યો હતો જેના અનુસાર વિરાટ કોહલીને ઇંસ્ટાગ્રામ પર ફોલો કરનારાની સંખ્યા આશરે 20 મિલિયન હતી. હવે લગ્નના સાત મહિનામાં વિરાટ કોહલીને ફોલો કરનારાઓની સંખ્યામાં 3.2 મિલિયન લોકો વધી ચુક્યા છે. તે સમયે વિરાટ કોહલીને એક પ્રમોશનલ ફોટો નાખવા માટે આશરે પાંચ લાખ ડોલર મળતા હતા. જ્યારે હોપરએચક્યૂના રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીને એક પ્રમોશનલ તસવીર પર એક લાખ 20 ડોલરની રકમ મળે છે.


કાઇલી જેનર ટોપ પર
હોપરએચક્યૂ ઇંસ્ટાગ્રામ લિસ્ટ 2018 અનુસાર કાઇલી જેનર કમાણી મામલે ટોપ પર છે. કાઇલી જેનર એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ માટે 10 લાખ ડોલર (આશરે 6.80 કરોડ રૂપિયા) લે છે. સ્પોર્ટ્સ પ્લેયરની વાત કરીએ તો પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે. રોનાલ્ડોને ફોલો કરનારા ફેન્સની સંખ્યા 136 મિલિયન છે. રોનાલ્ડો પોતાના એક પોસ્ટથી આશરે 750,000 અમેરિકન ડોલર કમાય છે.


ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 17મા નંબર પર
આ યાદીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 17માં નંબર પર છે. સમય બદલવાની સાથે સોશિયલ મીડિયા જાહેરાતનું સશક્ત માધ્યમ બન્યુ છે. કેટલીક જાણીતી કંપની પોતાની બ્રાંડની જાહેરાત માટે એક્ટર્સ, મોડલ અને ખેલાડીઓના સોશિયલ મીડિયા પોસ્ટનો સહારો લે છે. જેના બદલામાં તેમને કરોડોની રકમ આપવામાં આવે છે.


ઇંસ્ટાગ્રામ SPORTS રિચ લિસ્ટ


  1. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, 136 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત- USD 750,000 (લગભગ 5.16 કરોડ રૂપિયા)

  2. નેમાર, 100 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 600,000

  3. લિયોનેસ મેસી, 97.2 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 500,000

  4. ડેવિડ બેકહમ, 49.7 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 300,000

  5. ગેરેથ બેલ, 35.4 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 185,000

  6. જ્લાટન ઇબ્રાહિમોવિચ 34.5 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 175,000

  7. લુઇસ સુઆરેજ, 29.2 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 150,000

  8. કોનર મૈક્ગ્રેગર, 24.5 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 125,000

  9. વિરાટ કોહલી, 23.2 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 120,000 (લગભગ 83 લાખ રૂપિયા)

  10. સ્ટીફન કરી, 21.3 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 110,000

  11. ફ્લોયડ મેવેદર, 20.8 મિલિયન ફોલોવર્સ, એક પોસ્ટની કિંમત - USD 107,000