નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો વિરાટ કોહલીના ઘરમાં છે. હવે પોતાનો વિસ્તાર હોય તો જાહેર છે ધમાકો પણ જબરદસ્ત હશે. વિરાટ કોહલી પણ ધમાકો કરશે અને એવો ધમાકો જેની મદદથી તે સચિન તેંડુલકરના રનો અને સદીનો રેકોર્ડ તોડી શકે છે. જી હાં, પોતાના હોમગ્રાઉન્ડ કોટલા પર વિરાટ, સચિનનો એક રેકોર્ડ તોડવાની નજીક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિનના રેકોર્ડ પર વિરાટ નિશાન
દિલ્હીના ફિરોઝશાહ કોટલાની પિચ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. સચિને કોટલા પર વનડેની 8 ઈનિંગમાં 37.50ની એવરેજથી પૂરા 300 રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન 1 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. તો વિરાટે માત્ર 5 વનડે ઈનિંગમાં 202 રન બનાવ્યા છે 50.50ની એવરેજની સાથે. વિરાટના નામે કોટલામાં એક સદી અને એક અડધી સદી છે. એટલે કે કોટલા પર સિચનના સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવાથી વિરાટ માત્ર 98 રન દૂર છે, અને જે રીતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી વનડે સિરીઝમાં તેનું બેટ બોલી રહ્યું છે તેને જોતા પોતાના હોમગ્રાઉન્ટ પર વિરાટ માટે સચિનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ નથી. 


IPL-2019: ડેવિડ વોર્નરે ટ્વીટર પર પ્રશંસકોને આપ્યો એક ખાસ સંદેશ


વિરાટનું સોલિડ ફોર્મ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી સિરીઝમાં વિરાટે સૌથી વધુ રન બનાવ્યા છે. 4 મેચોમાં તેણે અત્યાર સુધી 72.50ની એવરેજ અને 109.2ની સ્ટ્રાઇક રેટથી 290 રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી હતી. જો વિરાટ કોહલી કોટલાના મેદાન પર સદી ફટકારશે તો તે આ મેદાન પર બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની જશે. 


કોટલામાં શ્રેણી જીતવા ઉતરશે ભારત