નવી દિલ્હીઃ India Vs Pakistan: રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ રમાનાર મુકાબલા પહેલા વિરાટ કોહલી એકવાર ફરી ચર્ચામાં છે. એશિયા કપ સુધી વિરાટ કોહલી ખરાબ ફોર્મને કારણે નિશાના પર હતો. પરંતુ એશિયા કપમાં વિરાટ કોહલીએ 35 અને 59 રનની અણનમ ઈનિંગ રમીને ફોર્મમાં વાપસી કરવાનો સંકેત આપ્યો છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરનું માનવું છે કે વિરાટ કોહલી જલદી ટી20 ફોર્મેટને અલવિદા કહી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોએબ અખ્તરનું કહેવું છે કે જો વિરાટ કોહલીની નજર સચિન તેંડુલકરની 100 સદીના રેકોર્ડ તોડવા પર છે તો તે ટી20 ફોર્મેટથી દૂર થઈ શકે છે. શોએબ અખ્તરે કહ્યુ- વિરાટ કોહલી બોલને મિડલમાં યોગ્ય રીતે રમી શકતો નથી. બંને ઈનિંગમાં થોડી ગડબડ રહી. વિરાટ કોહલીએ 59 રન બનાવ્યા અને હું તેને બેસ્ટ ઓફ લક કહુ છું. 


શોએબ અખ્તરે આગળ કહ્યું- વિરાટ કોહલીને મારી તે સલાહ છે કે તે ટી20 વિશ્વકર સુધી જોઈ લે કે આ ફોર્મેટ તેના પ્રમાણે છે કે નહીં. 30 સદી હજુ આગળ ફટકારવાની છે..


આ પણ વાંચોઃ એશિયા કપ 2022માં આજે ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો પિચ અને વેધર રિપોર્ટ


વિરાટ કોહલી પાસે આશા
નોંધનીય છે કે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારી છે. પરંતુ નવેમ્બર 2019 બાદથી વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નહીં. શોએબ અખ્તરે તેને લઈને કહ્યું- તમે હંમેશા મહાન પ્લેયર રહી શકો છો. આ ખુબ મુશ્કેલ થવાનું છે. 30 સદી ફટકારવી સરળ નથી. પરંતુ લાંબા ફોર્મેટમાં રમવાથી ક્રીઝ પર વધુ સમય પસાર કરવાની તક મળે છે. 


શોએબ અખ્તરે કહ્યુ, વિરાટ કોહલી પ્રયાસ કરી રહ્યો છે પરંતુ હવે તેની પાસે સમય ખુબ ઓછો છે. વિરાટ કોહલીએ સારી સ્ટ્રાઇક રેટ રાખવી પડશે અને ટીમની જીત વિશે પણ વિચારવું પડશે. વિરાટ કોહલી પોઝિટિવ છે. હું ઈચ્છુ છું કે વિરાટ કોહલી સચિન તેંડુલકરની 100 સદીનો રેકોર્ડ તોડે. પરંતુ આ શક્ય લાગી રહ્યું નથી. વિરાટ કોહલી એવો ખેલાડી છે જે તેને શક્ય બનાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube