Virat Kohli:વિરાટ કોહલી હાલમાં ભારતનો સુપરસ્ટાર બેટ્સમેન છે. કોહલીએ વિશ્વકપમાં સાબિત કરી દીધું છે કે ભલે તેની ઉમર વધી રહી છે પણ તેનામાં કાબેલિયતની આજે પણ કમી નથી. વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં આજે પણ વિરાટ સ્થાન ધરાવે છે. સચીન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યા બાદ વિરાટનો ક્રિકેટ જગતમાં દબદબો પણ વધ્યો છે. આ સમયે ચાલો જાણીએ કે વિરાટ કોહલી કયા ત્રણ લોકો સાથે ફોન પર સૌથી વધુ વાત કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ વિશ્વ ક્રિકેટનું એક એવું નામ છે જેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પ્રશંસકો વિરાટ કોહલી પાસેથી એક જ વસ્તુની અપેક્ષા રાખતા હશે કે તે તેની 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી શકે. આજે ચાલો જાણીએ કે વિરાટ કોહલી ફોન પર કયા ત્રણ લોકો સાથે સૌથી વધુ વાત કરે છે.


આપણે બધા જાણીએ છીએ કે વિરાટનો પરિવાર તેના માટે કેટલો ખાસ છે. તે પોતાના પરિવાર સાથે ઘણો સમય વિતાવે છે. એકવાર સ્ટાર સ્પોર્ટ્સ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે વિરાટ, તમે કોલ પર સૌથી વધુ કોની સાથે વાત કરો છો?


આ સવાલનો જવાબ આપતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, "મારી મમ્મી, અનુષ્કા અને મારા કોચ. વિરાટના કોચ ત્રીજા વ્યક્તિ છે જેની સાથે કોહલી સૌથી વધુ કોલ પર વાત કરે છે.
કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા છે જે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા છે. તે દિલ્હીમાં પોતાની ક્રિકેટ એકેડમી ચલાવે છે. તેમણે વર્ષ 1998માં પશ્ચિમ દિલ્હીમાં પોતાની એકેડમી શરૂ કરી હતી. વિરાટ કોહલી પણ તેની એકેડમીમાં શીખવા આવતો હતો.


ત્યારથી વિરાટ કોહલી તેમની સાથે છે. વિરાટ ઘણીવાર પોતાના કોચની ખૂબ પ્રશંસા કરતો જોવા મળે છે. તેણે એકવાર રાજકુમાર શર્માને કહ્યું કે મારા સપના પૂરા કરવા બદલ આભાર. હાલમાં જ IPL દરમિયાન જોવા મળ્યું હતું કે મેચ પહેલા વિરાટ કોહલી પોતાના બાળપણના કોચ રાજકુમાર શર્માને મળવા આવ્યો હતો. વિરાટે પોતાના ગુરુને જોતાની સાથે જ સૌથી પહેલું કામ તેમના પગને સ્પર્શ કરવાનું કર્યું હતું. તે દરમિયાન આ સીન ખૂબ ચર્ચામાં આવ્યો હતો.


તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જે કામ સચિને વર્ષ 2011માં કર્યું હતું. વિરાટ કોહલી 2023માં આવું કરતો જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube