india vs bangladesh 1st test : ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભલે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં બેટથી કંઈ અદભૂત પ્રદર્શન બતાવી  ન શક્યો. પરંતુ તે મેદાન પર પ્રશંસકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે.  મેચ દરમિયાન, ક્યારેક તે મલિંગા કહીને શાકિબ અલ હસનનો પગ ખેંચતો જોવા મળે છે, તો ક્યારેક તે નાગીન ડાન્સ કરતો જોવા મળ્યો. તમને પણ જાણીને નવાઈ લાગશે, પણ ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલીની નાગીન જેવી હરકતનો એક વીડિયો સામે આવ્યો છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોને વિરાટ કોહલીના ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોહલી સાપની જેમ પોતાના હાથ વડે ટીમના ખેલાડીને કરડતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, આ મુવ થોડી થોડી 'બાબાજી ના થુલ્લુ' જેવી મળતી આવે છે. તમે પણ જુઓ વીડિયો.


અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણય


 


કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાન