રિકી પોન્ટિંગે પસંદ કરી આ દાયકાની ટેસ્ટ ઇલેવન, વિરાટને બનાવ્યો કેપ્ટન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ટ્વીટર પર આ દાયકાની પોતાની ટેસ્ટ ટીમ પસંદ કરી છે. પંટરે આ દાયકાની (2010-19) બનાવેલી પોતાની ટીમમાં વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યો છે. પોન્ટિંગની ટેસ્ટ ઇલેવનમાં જગ્યા મેળવનાર વિરાટ એકમાત્ર ભારતીય છે.
નવી દિલ્હીઃ આ દિવસોમાં તમામ પૂર્વ ક્રિકેટરો વર્ષ 2019 પૂરુ થવાની સાથે આ દાયકાની પોત-પોતાની ટેસ્ટ ટીમો (Test team of decade) તૈયાર કરી રહ્યાં છે. આ મુહિમમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting)પણ સામેલ થઈ ગયા છે. પોન્ટિંગે આજે આ દાયકાની (2010-2019) પોતાની ટેસ્ટ ઇલેવનની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી છે.
આ પૂર્વ કાંગારૂ કેપ્ટને ટીમ ઈન્ડિયાને પોતાની આ ખાસ ટેસ્ટ ટીમની આગેવાની સોંપી છે. પરંતુ પોન્ટિંગ દ્વારા પસંદ કરાયેલી ટેસ્ટ ઇલેવનમાં ભારતથી વિરાટ જ એકમાત્ર ખેલાડી છે, જ્યારે પાકિસ્તાનના કોઈપણ ખેલાડીને સ્થાન મળ્યું નથી.
પોન્ટિંગની ટેસ્ટ ઇલેવનઃ ડેવિડ વોર્ન, એલિસ્ટર કુક, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી (કેપ્ટન), કુમાર સાંગાકારા (WK), બેન સ્ટોક્સ, ડેલ સ્ટેન, નાથન લિયોન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.
આ દાયકાની પોતાની ટેસ્ટ ટીમનું ચિત્ર સ્પષ્ટ કરતા પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને લખ્યું, 'દરેક આ દાયકાની ટીમ પસંદ કરી રહ્યાં છે તો મેં વિચાર્યું હું પણ આ મસ્તીમાં સામેલ થાવ. 2010થી આ હશે મારી ટેસ્ટ ટીમ.'
Wisden t20i: વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહનો ડંકો, દાયકાની ટી20 ટીમમાં થયો સમાવેશ
પોતાની આ ટેસ્ટ ટીમમાં પંટરે ડેવિડ વોર્નર અને એલિસ્ટર કુકને ઓપનિંગની જવાબદારી આપી છે. નંબર-3 પર કેન વિલિયમસન, ચાર પર સ્ટીવથ અને કેપ્ટન વિરાટ કોહલીને નંબર 5 પર બેટિંગ માટે પસંદ કર્યો છે. પંટરની આ ટીમમાં 3 ફાસ્ટ બોલર, એક સ્પિનર અને સ્ટોક્સના રૂપમાં એકમાત્ર ઓલરાઉન્ડર ખેલાડી છે. વિકેટકીપરની જવાબદારી તેમણે શ્રીલંકાના મહાન ખેલાડી કુમાર સાંગાકારાને સોંપી છે.
રસપ્રદ વાત છે કે પોન્ટિંગે પોતાના સમયના કોઈપણ ખેલાડીને જગ્યા આપી નથી, જ્યારે તેમના સમયમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, મિસ્બાહ ઉલ હક, માઇકલ ક્લાર્ક, એબી ડિવિલિયર્સ, એમએસ ધોની જેવા ખેલાડી પણ રમ્યા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube