વિરાટ કોહલી સતત ત્રીજીવાર `ક્રિકેટર ઓફ ધ યર` બન્યો, મહિલાઓમાં સ્મૃતિનો જલવો
ભારતીય કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બ્રેડમેન (10 વખત) અને ઈંગ્લેન્ડના જૈક હોબ્સ (8 વખત) બાદ વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર ત્રણથી વધુ વખત મેળવનાર ત્રીજો ક્રિકેટર છે.
લંડનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બુધવારે સતત ત્રીજી વાર વિઝડન ક્રિકેટર એલ્મનૈકે 'વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર' પસંદ કર્યો છે. કોહલીએ 2018માં તમામ ફોર્મેટમાં કુલ 2735 રન બનાવ્યા હતા. તેને ઈંગ્લેન્ડના ટૈમી બ્યૂમોન્ટ, જોસ બટલર, સૈમ કરન અને રોરી બર્ન્સની સાથે વિઝડનના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં પણ પસંદ કરવામાં આવ્યો છે.
વિશ્વનો ત્રીજો ક્રિકેટર
ભારતીય કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બ્રેડમેન (10 વખત) અને ઈંગ્લેન્ડના જૈક હોબ્સ (8 વખત) બાદ વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર ત્રણથી વધુ વખત મેળવનાર ત્રીજો ક્રિકેટર છે. કોહલીએ ભારતને ઈંગ્લેન્ડમાં મળેલા 1-4ના પરાજય દરમિયાન પાંચ ટેસ્ટમાં 59.3ની એવરેજથી 593 રન બનાવ્યા અને વર્ષનો અંત પાંચ સદી સાથે કર્યો હતો.
મહિલાઓમાં સ્મૃતિનો જલવો
ભારતીય મહિલા ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર પસંદ કરવામાં આવી છે. મંધાનાએ ગત વર્ષે વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 669 અને 662 રન બનાવ્યા હતા. તેણે મગિલાઓની સુપર લીગમાં પણ 174.68ની સ્ટ્રાઇક રેટથી 421 રન ફટકાર્યા હતા.
બોલિંગમાં રાશિદ ખાન છવાયો
અફગાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન ગત વર્ષે શાનદાર પ્રદર્શન બાદ સત બીજા વર્ષે વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી20 ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 8.86ની એવરેજથી 22 વિકેટ ઝડપી હતી.
આ સિવાય ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018માં તેણે 21 વિકેટ ઝડપી હતી. વર્ષના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની પસંદગી વિઝડન ક્રિકેટર એલ્મનૈકના સંપાદક લોરેન્સ બૂથ દ્વારા કરવામાં આવ્યું અને 2019માં તેનું 156મું ચરણ હશે.