માન્ચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારત વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. પ્રબળ દાવેદાર ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ મેચના દિવસે ખરાબ પ્રદર્શનથી ભારતની વિશ્વકપની આશા તૂટી ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીને ભવિષ્યમાં નોકઆઉટ સ્ટેજમાં આઈપીએલની જેમ પ્લેઓફ લાવવા માટે સૂચન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ સ્વીકાર કર્યો કે, ભારતે 240 રનના લક્ષ્યનો પીછો કરતા પ્રથમ 45 મિનિટમાં જ મેચ ગુમાવી દીધી હતી, જેથી કરોડો દર્શકોની આશા તૂટી ગઈ હતી જ્યારે ટીમ લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી. તે પૂછવા પર કે શું ભવિષ્યમાં આઈપીએલ પ્રકારનો પ્લેઓફ વિકલ્પ હોવો જોઈએ તો કોહલીએ કહ્યું, કોણ જાણે છે કે ભવિષ્યમાં તેમ થઈ જાય. જો પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેવાનું મહત્વ હોય તો મને લાગે છે કે ટૂર્નામેન્ટના સ્તરને જોતા આ વસ્તુ પર વિચાર કરી શકાય છે. 


તેણે કહ્યું, 'આ ખરેખર યોગ્ય વાત છે. તમે નથી જાણતા કે ક્યારે તે લાગૂ થઈ જાય. ભારતીય કેપ્ટને પરંતુ સ્વીકાર કર્યો કે, સેમિફાઇનલ ફોર્મેટની પોતાની મજા છે કારણ કે તેનાથી ટૂર્નામેન્ટમાં ટીમના પાછલા પ્રદર્શનનું મહત્વ રહેતું નથી.'


કોહલી બોલ્યો, પરંતુ મને લાગે છે કે આ પડકાર છે અને આ મેચની પોતાની મજા અલગ પ્રકારની છે કારણ કે તે દિવસની રમત મહત્વ રાખે છે. તમે તેની પહેલા કેવું રમ્યા છો તે મહત્વ રાખતું નથી. નવો દિવસ હોય છે, નવી શરૂઆત અને જો તમે સારૂ ન કરો તો ઘરે જતા રહો. 


તેણે કહ્યું, તેથી તમારે સ્વીકાર કરવો પડે છે. દરેક ટીમોની પાસે અલગ પ્રકારનો પડકાર હોય છે અને તેણે પોતાની રમતમાં ટોપ પર રહેવું જોઈએ અને જે પણ તેમ કરે છે તેના હકમાં પરિણામ હોય છે, જેમ આજે તમને જોવા મળ્યું.