નવી દિલ્હીઃ વિરાટ કોહલી વિશ્વનો શાનદાર બેટ્સમેન છે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમી તેને મળીને આનંદનો અનુભવ કરે છે પરંતુ કોહલી માટે મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરને મળવું ખાસ અનુભવોમાંથી એક રહ્યો. કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ફેડરરને મળ્યો હતો. મુલાકાતને યાદ કરતા કોહલીએ સ્વીકાર કર્યો કે તે મહાન ખેલાડીની સામે એક પ્રશંસકની જેમ નતમસ્તક  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ બીસીસીઆઈ ડોટ ટીવીને કહ્યું, શાનદાર અનુભવ રહ્યો. હું તેને પહેલા બે વાર મળી ચુક્યો છું અને સૌથી મહત્વની વાત તે છે કે, એ તેને યાદ હતું. તેણે મને કહ્યું કે, કેટલાક વર્ષો પહેલા સિડનીમાં એક એક્ઝિબિશન મેચ દરમિયાન તે મને મળ્યો હતો. આ સાંભળીને હું ચોંકી ગયો. હું તેની ભાવનાને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. 


કોહલીએ કહ્યું, બાળપણથી મેં ફેડરરને રમતા જોયો છે. તે ન માત્ર એક મહાન ટેનિસ ખેલાડી છે પરંતુ એક મહાન માણસ પણ છે. કોહલીએ આગળ જણાવ્યું કે, તે ફેડરરને તેના માઇન્ડસેટ વિશે પૂછી રહ્યો હતો કે, તે કેવી રીતે તેની રમત માટે તૈયાર થાય છે અને તેના મગજમાં શું ચાલે છે. કોહલીએ આગળ જણાવ્યું કે, ફેડરરે પણ તેને કેટલાક સવાલ કર્યા, જેને સાંભળીને તે હેરાન થયો કે ફેડરર તેની સાથે કેટલી ફ્રેન્ડલી વાત કરી રહ્યો છે. 


ભારતની જીત પર ન્યૂઝીલેન્ડ પોલીસનો કટાક્ષ, પોસ્ટ વાયરલ