નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી લગભગ દરેક મેચમાં કોઈને કોઈ રેકોર્ડની નજીક પહોંચવાનો હોય છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝમાં કોહલીની પાસે ઘરેલૂ ધરતી પર સૌથી વધુ વનડે સદીના સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાની તક હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 ઓવરના ફોર્મેટમાં તેંડુલકરે 49 સદી ફટકારી છે. તેમાંથી 20 તેમણે ભારતીય મેદાનો પર બનાવી છે. કોહલીએ પોતાના વનડે આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 43 સદી ફટકારી છે, જેમાંથી 19 સદી ઘરેલૂ મેદાન પર બનાવી છે. વાનખેડેમાં તેની પાસે સચિનના રેકોર્ડની બરોબરી કરવાની તક હશે. કોહલી જો આ સિરીઝમાં એકથી વધુ સદી ફટકારે તો તે સચિનથી આગળ નિકળી જશે. 


કોહલી હાલમાં સૌથી ઓછી ઈનિંગમાં કેપ્ટનના રૂપમાં 11000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તેણે શ્રીલંકા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી. 


ત્રણ વનડે મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો મંગળવારે મુંબઈમાં રમાશે. ત્યારબાદ 17 તારીખે રાજકોટ અને 19ના બેંગલુરૂમાં સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. 


India vs Australia: રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે સિરીઝ


મંગળવારે આ મેચ પહેલા પત્રકાર પરિષદમાં કોહલીએ તે પણ કહ્યું હતું કે, તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 


વિરાટે કહ્યું, 'જુઓ, અમે અહીં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચુક્યા છીએ. જે રીતે તે મેચ થઈ તેને લઈને અમે ખુશ છીએ. તે કોઈપણ ટેસ્ટ સિરીઝનું એક રોમાંચક અંગ બની ચુક્યું છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર