કોલકત્તાઃ યજમાન ભારતીય ટીમે બાંગ્લાદેશ (India vs Bangladesh) વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ ભલે ત્રણ દિવસમાં જીતી લીધી હોય, પરંતુ તે એક દિવસ આરામ કરવાના મૂડમાં નથી. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ મેચ જીત્યા બાદ તે સ્પષ્ટ કરી દીધું છે. ભારત  (Team India)એ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ  (Bangladesh)ને પરાજય આપીને બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંન્ને ટીમો હવે 22થી 26 નવેમ્બર વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં પોત-પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ સોમવારે જિમમાં વર્ક આઉટ કરતા એક વીડિઓ પોસ્ટ કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, 'નો ડેઝ ઓફ (એક પણ દિવસ આરામ નહીં).' ભારતીય ટીમ આ સમયે ઈન્દોરમાં છે અને તે મંગળવારે સવારે કોલકત્તા પહોંચશે તેવી આશા છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. 


મહત્વનું છે કે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 130 રને પરાજય આપ્યો હતો. ભારતે વિરાટ કોહલીની આગેવાનીમાં 10 વખત ઈનિંગના અંતરથી જીત હાસિલ કરી છે. આ ભારતીય રેકોર્ડ છે. આ પહેલા ભારતીય રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો. ભારતે ધોનીની આગેવાનીમાં 9 વખત ઈનિંગના અંતરથી જીત મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube