નોર્ટિંઘમ: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પ્રવાસે પોતાનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ જ રાખ્યું છે. પહેલી વનડેમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી ધોબીપછાડ આપી. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડની ટીમ 268 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં રોહિત શર્મા અને વિરાટ  કોહલીની શાનદાર બેટિંગના કારણએ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું. વનડે સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ટી20 સીરિઝમાં પણ 2-1થી હરાવ્યું છે. પ્રથમ વનડેમાં બોલર કુલદીપ યાદવે કારકિર્દીનું શાનદાર પ્રદર્શન કર્યું અને 25 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલદીપ યાદવની શાનદાર બોલિંગના કારણે ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરવા છતાં તે મોટો સ્કોર કરી શક્યું નહીં. ઉતાર ચડાવવાળી આ ઈનિંગમાં કુલદીપ યાદવે 6 વિકેટ લેવાની ઉપલબ્ધિ મેળવી. ઈંગ્લેન્ડ માટે જોસ બટલર અને બેન સ્ટોક્સે અડધી સદી ફટકારી. આ ઉપરાંત જેસન રાય અને જોની બેયરસ્ટોને પણ 38-38 રન કર્યા. જો કે કુલદીપે ફટાફટ 3 વિકેટ ખેરવી નાખતા ઈંગ્લેન્ડ માટે મુસીબત વધી ગઈ હતી અને ઈંગ્લેન્ડ છેક સુધી આઘાતમાંથી બહાર આવી શકી નહીં. 


INDvsENG 1st ODI: ભારતે ઈંગ્લેન્ડને ઘરઆંગણે પછાડ્યું, ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના 5 કારણો


મેચ પત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આનાથી શાનદાર જીત ન હોઈ શકે. અમે જાણતા હતાં કે આ વિકેટ બેટિંગ માટે સારી હતી. વીસ ઓવરમાં જ રિસ્ટ સ્પિનર્સ નિર્ણાયક બનનારા હતાં. જો તેમને સમય અને ઓવર મળે તો તેઓ ઘાતક બની જાય છે. જ્યારે તેમના પર વધુ પ્રહાર ન થઈ રહ્યો હોય તો તેમની પાસે 10 ઓવર હોય છે અને તેઓ જાણે છે કે તેમની પાસે વાપસીની સંભાવના છે અને તેમનામાં ક્ષમતા પણ છે. કુલદીપ ઉટકૃષ્ટ રહ્યો. આ વિકેટ પર 25 રન આપીને 6 વિકેટ લેવી એ મને નથી લાગતું કે મેં વનડેમાં આનાથી સારી બોલિંગ જોઈ હોય. ત્યારબાદ રોહિતનું પણ લાંબી ઈનિંગ રમીને મેચ ખતમ કરવું એ શાનદાર રહ્યું. અમે મેદાન પર આકાર અને હવાના વહેણને જોતા બ્રિસ્ટલમાં રણનીતિક ફેસલો લીધો હતો. જ્યારે લાંબા ખેલની વાત આવે છે ત્યારે તમને અસર છોડનારા ખેલાડીઓની જરૂર હોય છે. આ બંને રિસ્ટ સ્પિનર્સ જ્યારથી આવ્યાં છે ત્યારથી અંતર પેદા કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં પણ તેમણે આ કામ વચ્ચેની ઓવરોમાં કર્યુ હતું. બંને અત્યારે પણ અમારા પ્રમુખ હથિયારો છે. 


રોહિત શર્માએ સદી ફટકારી 
રોહિત શર્માની શાનદાર સદી
આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી. રોહિતે માત્ર 82 બોલમાં પોતાની સદી પૂરી કરતા 114 બોલ પર અણનમ 137 રન ફટકાર્યાં. જેમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. રોહિતે પહેલા તો ધીમી બેટિંગ કરી પરંતુ ધવનના આઉટ થયા બાદ તેણે એવરેજ ઓછી થવા દીધી નહીં. પહેલા 54 બોલમાં અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ ઝડપી રમત દાખવીને 18 બીજા બોલ રમીને અડધી સદી પૂરી કરી.


કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદી
વિરાટ કોહલીએ પણ રોહિત શર્મા સાથે મળીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને 75 રન બનાવ્યાં. વિરાટ પોતાની સદી જો કે પૂરી કરી શક્યો નહીં પરંતુ ભારત માટે જીતનો આધાર નક્કી કરી નાખ્યો. વિરાટ પહેલીવાર કેરિયરમાં સ્ટમ્પ આઉટ થયો. રોહિત શર્મા સાથે મળીને તેણે 167 રનની ભાગીદારી કરી.