નવી દિલ્હી: વેલનેસ કંપની હિમાલયાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને યુવા વિકેટકિપર ઋષભ પંત (Rishabh Pant) ને હિમાલયા મેન ફેસ કેયર રેન્જના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ કરાર અંતર્ગત એક વિજ્ઞાપનમાં આ બંને ખેલાડીઓ કંપનીના પ્રચાર માટેની એક એડમાં ચમકી રહ્યા છે. જેને મામલે ટીકા કરતાં ઓસ્ટ્રેલિયનના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજની હાલત કફોડી બની છે. કોહલી અને પંતની મજાક કરવી ભારે પડી રહી છે. કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર બ્રેડ હોજની બરોબરની ખેંચી રહ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત એમ છે કે, વિદેશી ખેલાડી હોજે કોહલીના કોસ્મેટિક વિજ્ઞાપનને લઇને ટ્વિટ કરી હતી કે, હેરાન છું કે લોકો પૈસા માટે શું શું કરી રહ્યા છે. 



ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીના ફેન્સને આ વાત ખટકી અને એમણે બ્રેડ હોજને આડે હાથ લેતાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના બોલ ટેમ્પરિંગ મામલાની યાદ અપાવી દીધી. વિરાટ કોહલીના પ્રશંસકે હોજને ટ્વિટમાં વળતો જવાબ આપતાં લખ્યું કે, બીજા કેટલાક ખેલાડીઓ પૈસા બનાવવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરે છે. 



એક યૂઝરે તો ટ્વિટમાં લખ્યું કે, એમના  (વિરાટ) અંગે વાત ન કરો કારણ કે તમે તો સરફરાજ અહમદની કારકિર્દીની બરોબરીમાં પણ નથી. 



કોહલીના એક ફેને હોજ સામે હુમલો કરતાં કહ્યું કે, અને તમારા જેવા કેટલાક લોકો 42 વર્ષની ઉંમરે પણ પૈસા માટે આઇપીએલ રમવી પસંદ કરો છે. અહીં નોંધનિય છે કે, હોજ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો કોચ રહી ચૂક્યો છે.