નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા ટાઇટલની પ્રબળ દાવેદાર મનાતી ભારતીય ક્રિકેટ ટીમની સેમિફાઇનલમાં ચોંકાવનારી હાર બાદ બીસીસીઆઈ એક્શન મૂડમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈ હવે ભારતીય ક્રિકેટ ટીમની આગેવાનીમાં મોટો ફેરફાર કરી શકે છે. સૂત્રો પ્રમાણે વિશ્વકપમાં ભારતની હાર બાદ બીસીસીઆઈ રોહિત શર્માને વનડે અને ટી20નો કેપ્ટન બનાવી શકે છે. તો વિરાટ કોહલીને માત્ર ટેસ્ટ ટીમના કેપ્ટન પદે યથાવત રાખવામાં આવી શકે છે. 


જો આમ થયું તો ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર આવી શકાય છે. સાથે વિરાટ કોહલી માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ આઈએએનએસને જણાવ્યું કે, ટીમનેસારી બનાવવા માટે ફેરફારની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે.


અધિકારીએ કહ્યું, 'આ યોગ્ય સમય છે કે રોહિત શર્મા 50 ઓવર ફોર્મેટનું સુકાન સંભાળી લે અને તે તેના માટે માનસિક રૂપથી તૈયાર રહે. તેના માટે વર્તમાન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે પણ સમર્થન કરવું જોઈએ. પરંતુ અધિકારીએ વર્તમાન કેપ્ટન વિરાટ અને વાઇસ કેપ્ટન રોહિત વચ્ચે વિવાદની અફવાઓને નકારી દીધી હતી.'


અધિકારીએ કહ્યું, 'હવે સમય જૂની વસ્તુ પર વાતો કરવાનો નથી, પરંતુ આગળ વધવાની તૈયારીનો છે. આ સમય છે કે અમારે હવે આગામી વિશ્વકપની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નવી રીતે ટીમની તૈયારી પર વિચાર કરવો જોઈએ અને નવી યોજનાઓ બનાવવી જોઈએ. અમે જાણીએ છીએ કે ટીમને ફરી નવી રીતે જોવા અને કેટલાક વિશેષ ક્ષેત્રમાં ફેરફારની જરૂર છે. રોહિત તેના માટે સૌથી સારો વિકલ્પ હોય શકે છે.'


અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઈમાં સુપ્રીમ કોર્ટની નિયુક્ત CoAના પ્રમુખ વિનોદ રાય પણ કરી ચુક્યા છે કે ટૂંક સમયમાં એક સમીક્ષા બેઠક યોજાશે. તેમાં કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ હાજર રહેસે. અધિકારી પ્રમાણે, વિરાટ કોહલી પાસેથી વનડે અને ટી20ની આગેવાની લઈને રોહિત શર્માને આપી શકાય છે. સમીક્ષા બાદ ટીમમાં બીજા ફેરફાર કરી શકાય છે. 

વર્લ્ડકપ ફાઇનલ: Boult ની તે ભૂલ જેણે તોડી દીધું કીવી ટીમનું સપનું


મહત્વનું છે કે વિશ્વકપમાંથી બહાર થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. 3 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ વનડે, ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. 


પહેલા ટી20, વનડે સિરીઝ અને પછી ટેસ્ટ સિરીઝ રમાશે. વિરાટ કોહલીને ટી20 અને વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આરામ આપી શકાય છે.