નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે સોમવારે કહ્યું કે, કોહલીના નેતૃત્વ વાળી ભારતીય ટીમ તેમને ઇમરાન ખાનની આગેવાની વાળી પાકિસ્તાની ટીમની યાદ અપાવે છે. આ ટીમ હારની સ્થિતિમાંથી નિકળીને જીત મેળવે છે. માંજરેકરે ટ્વીટ કર્યું, 'વિરાટની આગેવાનીમાં ભારતીય ટીમનું ન્યૂઝીલેન્ડમાં પ્રદર્શન મારા માટે તેવું છે જેવું ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાન ટીમનું હતું. ટીમ તરીકે તેનો આત્મવિશ્વાસ ખુબ વધુ છે. ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ હંમેશા હારની સ્થિતિમાં પહોંચીને મેચ જીતી જતી હતી. આ ત્યારે સંભવ છે જ્યારે તમારો આત્મ વિશ્વાવ વધારે હોય.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટરથી કોમેન્ટ્રેટર બનેલા માંજરેકરે લોકેશ રાહુલની પ્રશંસા કરી જે બેટિંગમાં શાનદાર પ્રદર્શનની સાથે વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. માંજરેકરે કહ્યું, 'મારા માટે આ સિરીઝની શોધ 'બેટ્સમેન કીપર' લોકેશ રાહુલ છે. ખુબ શાનદાર.' પૂર્વ બેટ્સમેને કહ્યું, 'સેમસન અને પંતની પાસે ટેલેન્ટ છે અને તાકાત છે પરંતુ તેણે પોતાની રમતમાં વિરાટની જેમ થોડું મગજ લગાવવાનું છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર