કોહલીએ કેરલના પૂર પીડિતોને સમર્પિત કરી નોટિંઘમની જીત
વિરાટ કોહલીએ કહ્યું કે અમે આ મેચમાં હાવી રહ્યાં કારણ કે બોર્ડ પર રન બનાવવામાં સફળ રહ્યાં હતા.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ પોતાના શાનદાર ઓલરાઉન્ડર દેખાવની મદદથી ટ્રેન્ટબ્રિજના મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 203 રને હરાવી દીધું હતું. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને આ જીત અપાવવામાં જસપ્રીત બુમરાહનું મહત્વનું યોદગાન રહ્યું હતું. તેણે 85 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ પ્રથમ ઈનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પંડ્યાએ પાંચ વિકેટ લીધી હતી.
જીત બાદ વિરાટે કહ્યું, સૌથી પહેલા એક ટીમ તરીકે અમે આ જીતને કેરળના પૂર પીડિતોને સમર્પિત કરીએ છીએ. આ એક પ્રયાસ છે કે જે ભારતીય ક્રિકેટ ટીમ થોડુ કંઇક અત્યારે કરી શકે છે. ખૂબ મુશ્કેલ સમયમાં કેરળના લોકો પસાર થઈ રહ્યાં છે. શ્રેણીમાં આ જીતની ખુબ જરૂર હતી. અમે દરેક વિભાગમાં સારૂ પ્રદર્શન કર્યું છે. આ અમારા માટે સંપૂર્ણ પરીક્ષા હતી. લોર્ડ્સમાં અમારૂ પ્રદર્શન ખરાબ રહ્યું હતું. અમે આ મેચમાં હાવી રહ્યાં કારણ કે બોર્ડ પર રન લટકાવવામાં સફળ રહ્યાં હતા. ત્યારબાદ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અશ્વિન ઈજા છતા સારૂ રમ્યો છે.
બોલરો અને બેટ્સમેનોની કરી પ્રશંસા
વિરાટે બેટ્સમેન અને બોલરોની પ્રશંસા કરતા કહ્યું, અમારા બોલરો ફરી 20 વિકેટ ઝડપવા માટે તૈયાર હતા. અમે મને ખુશી છે કે બેટ્સમેનોએ આગળ આવીને જવાબદારી લીધી છે. એક બેટ્સમેનના રૂપમાં અમે ઈંગ્લેન્ડના બેટ્સમેનોની સામે મુશ્કેલ પડકાર રજૂ કર્યો હતો. મારા અને રહાણે વચ્ચે જે ભાગીદારી થઈ તે આ મેચમાં મહત્વનું યોગદાન રાખે છે. રહાણે પ્રથમ ઈનિંગમાં મન બનાવીને રમ્યો તે ગેમનો ટર્નિંગ પોઇન્ટ હતો. અમે સરળતાથી વિકેટ ન ગુમાવવાની રણનીતિ અપનાવી હતી. રહાણેએ પ્રથમ ઈનિંગ અને પૂજારાએ બીજી ઈનિંગમાં આ રણનીતિ અપનાવી હતી.
2014ના પ્રદર્શન વિશે પુછતા તેણે કહ્યું, હું આ તે વર્ષના ખરાબ પ્રદર્શન વિશે વિચારતો નથી પરંતુ આ જીત મારી પત્નીને સમર્પિત કરવા ઈચ્છું છું જે અહીં હાજર છે, તે હંમેશા મારો ઉત્સાહ વધારે છે. તેણે છેલ્લા થોડા સયથી ઘણું સહન કર્યું છે પરંતુ તે જીતના શ્રેયની હકદાર છે.