મુંબઈઃ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ બુધવારે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. ભારતે ઈંગ્લેન્ડના પ્રવાસમાં પહેલા ન્યૂઝીલેન્ડની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. મહત્વનું છે કે ત્રણ મહિનાના લાંબા પ્રવાસ માટે ભારતીય ટીમ આજે મધ્ય રાત્રીએ લંડન જવા રવાના થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થતા પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યુ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને મારા પર કોઈ દબાવ નથી. હું ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા ઈચ્છુ છું. પહેલા પણ મારા પર કોઈ દબાલ ન હતો અને હજુ પણ કોઈ દબાવ નથી. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં ન્યૂઝીલેન્ડને મળનાર લાભના સવાલ પર કહ્યુ કે, ન્યૂઝીલેન્ડ માટે પરિસ્થિતિઓ એટલી પ્રબળ છે જેટલી અમારા માટે છે. જો તમે ઈચ્છો કે અમે ફ્લાઇટમાં ચઢ્યા પહેલા તે વિચારીએ કે ન્યૂઝીલેન્ડને ફાયદો થશે, તો એવું નથી. અમને લાગે છે કે અમે બરાબરી પર છીએ. 


વિરાટ કોહલીએ ડબ્લ્યૂટીસી ફાઇનલ અને ઈંગ્લેન્ડ ટેસ્ટ વચ્ચે લાંબા ગેપ પર કહ્યુ કે, તે વિચારવા અને આરામ કરવા માટે એક શાનદાર અવસર છે. તે જોતા કે અમારી પાસે આગળ પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ હશે. તેનાથી અમને ફરી સંગઠિત થવાનો સમય મળશે અને આ પ્રકારની એક મહત્વપૂર્ણ સિરીઝ પહેલા તેની જરૂર છે. કોહલીએ કહ્યુ કે, તે વિજય મેળવતો રહેવા ઈચ્છે છે. અમે અહીં સુધી પહોંચવા માટે આકરી મહેનત કરી છે. આ ફુટબોલની જેમ છે, જ્યાં તમે એક ચેમ્પિયન્સ લીગ જીતો છો તો તમે રોકાતા નથી, તમે બસ જીતતા રહેવા ઈચ્છો છો. 


આ પણ વાંચોઃ ICC FTP 2023-2031: આઠ વર્ષમાં 4 T20, બે 50 ઓવર વિશ્વકપ, 2025માં ફરી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી


ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ફોર્મેટ પર સવાલ ઉઠાવ્યા છે. શાસ્ત્રી પ્રમાણે- ટાઇટલ મુકાબલો બેસ્ટ ઓફ થ્રી ફોર્મેટમાં હોવો જોઈએ. જ્યારે અહીં માત્ર એક મેચમાં વિજેતાનો નિર્ણય કરવામાં આવશે. એક ખરાબ કે સારી મેચ તમારી પ્રતિભાન પરિચાયક ન હોઈ શકે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઈન્ડિયા આ પ્રકારે છે.
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સહા (રાહુલ-સહાએ ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરવો પડશે), હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, એક્સાર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ.


સ્ટેન્ડબાય પ્લેયર્સ: અભિમન્યુ ઇસ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, આવેશ ખાન, અરજણ નાગવાસવાલા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube