બેંગલુરૂઃ ભારતે બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવીને ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા 9 વિકેટ પર 286 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે રોહિત શર્માની 29મી વનડે સદી અને વિરાટ કોહલીની 89 રનની ઈનિંગની મદદથી ભારતે 47.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવી 289 રન બનાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરૂમાં કોહલીએ 245મી વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 100મી વખત 50+નો સ્કોર બનાવ્યો છે. કોહલીએ 236 ઈનિંગમાં આ મુકામ હાસિલ કર્યો છે. કોહલી આમ કરનાર બીજો ભારતીય અને વિશ્વનો પાંચમો ખેલાડી છે. આ લિસ્ટમાં સૌથી સૌથી આગળ સચિન તેંડુલકર છે જેણે 463 મેચોની 452 ઈનિંગમાં 145 વખત આમ કર્યું છે. સચિને 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. તો કોહલીએ અત્યાર સુધી આ મેચમાં પોતાની 57મી અડધી સદી ફટકારી અને આ સાથે તેણે 43 સદી પણ ફટકારી છે. 


વિરાટ કોહલી બન્યો સૌથી ઝડપી 5000 ODI રન પૂરા કરનાર કેપ્ટન, તોડ્યો ધોનીનો રેકોર્ડ


કુમાર સાંગાકારા 118 વાર (25 સદી અને 93 અડધી સદી), રિકી પોન્ટિંગ 112 વાર (30 સદી અને 82 અડધી સદી), જેક કાલિસ 103 વાર (17 સદી અને 86 અડધી સદી) પણ આમ કરી ચુક્યા છે. 


બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે 9મી વનડે સદી ફટકારી હતી. ભારત તરફથી શમીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર