નવી દિલ્હીઃ ICC T20 World Cup 2024 માટે 30 એપ્રિલ સુધી દરેક ટીમોની જાહેરાત થઈ જશે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ પોતાની ટીમ એપ્રિલના છેલ્લા સપ્તાહ કે મેના પ્રથમ સપ્તાહમાં ફાઈનલ કરી શકે છે. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલીને સ્ક્વોડમાંથી બહાર રાખવામાં આવી શકે છે. તેની પાછણનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં વિકેટ ધીમી હશે. તેવામાં તેની બેટિંગ સ્ટાઇલનો ફાયદો ભારતને થશે નહીં. પરંતુ એક લાઇફલાઇન વિરાટ કોહલી પાસે આઈપીએલ 2024 છે, જેમાં તે શાનદાર પ્રદર્શન કરી પોતાની જગ્યા બચાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે ટી20 વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવવા માટે કોહલીએ આઈપીએલ 2024માં ખુબ શાનદાર પ્રદર્શન કરવું પડશે. પસંદગીકારો વિરાટ કોહલીને ટી20 વિશ્વકપ માટે પસંદ કરવા ઈચ્છુક નથી. કારણ કે મેનેજમેન્ટનું માનવું છે કે અનુભવી ખેલાડી સૌથી નાના ફોર્મેટમાં ટીમની જરૂરીયાત પૂરી કરવામાં નિષ્ફળ રહ્યાં છો. કોહલીએ ટી20 વિશ્વકપ 2022 બાદ કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી. તે રોહિત શર્મા સાથે અફઘાનિસ્તાન ટી20 સિરીઝમાં રમ્યો હતો, પરંતુ વધુ સફળ રહ્યો નથી. બે મેચ તેણે રમી હતી. 


તો બીસીસીઆઈ સચિવ જય શાહે ટી20 વિશ્વકપ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવી રાખવાની પુષ્ટિ કરી છે. પરંતુ જ્યારે તેને વિરાટ કોહલીના ટી20 ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મૌન ધારણ કરી લીધુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બીસીસીઆઈએ કોહલીની પસંદગી પ્રક્રિયાનો મુદ્દો પસંદગીકાર અજીત અગરકર પર છોડી દીધો છે. આ ખુબ સંવેદનશીલ મામલો છે. તેવામાં લોકો તેમાં સામેલ થવા ઈચ્છુક નથી. અગરકરે કોહલીને ટી20આઈ ક્રિકેટના તેના દ્રષ્ટિકોણમાં ફેરફાર માટે કહ્યું હતું, જેને કોહલીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ સિરીઝમાં લાગૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. 


ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝની ધીમી પિચ કોહલીને શૂટ કરશે નહીં, તેથી અજીત અગરકર આ અનુભવી ખેલાડીને યુવાઓ માટે રસ્તો બનાવવા માટે કહેશે. બીસીસીઆઈને લાગે છે કે સૂર્ય કુમાર યાદવ, તિલક વર્મા, રિંકૂ સિંહ અને શિવમ દુબે જેવા યુવાઓની પાસે ટી20માં કોહલી કરતા ઘણું બધુ છે. તો વિકેટકીપર તરીકે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો ફર્સ્ટ ચોઇસ વિકેટકીપર કહેવામાં આવી રહ્યો છે. પરંતુ તેની સ્ટ્રાઇક રેટ સીમિત ઓવરોની ક્રિકેટમાં ચર્ચાનો વિષય રહ્યો છે. સારી વાત છે કે રિષભ પંત ફિટ થઈ ગયો છે.