નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવાનો નિર્ણય લીધો છે. આ પહેલા તેને વનડે અને ટી20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે વિરાટ કોહલી ભારતીય ટીમની સાથે વેસ્ટ ઈન્ડિઝ જશે. મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી શુક્રવારે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપમાં હાર બાદ વિરાટ કોહલીની વનડે આગેવાની પર સવાલ ઉઠવા લાગ્યા હતા. બીસીસીઆઈએ આ પહેલા વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને લિમિટેડ ઓવરોની સિરીઝમાં આરામ આપવાની જાહેરાત કરી હતી. સાથે રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝ માટે કેપ્ટન બનાવવાનો નક્કી હતો. 


BCCI: કપિલ દેવના હાથમાં 'શાસ્ત્રી એન્ડ કંપની'નું ભાગ્ય, પસંદ કરશે નવા કોચ

પરંતુ હવે વિરાટ વિન્ડીઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ન જવાના પોતાના નિર્ણયથી યૂ ટર્ન લીધો છે. પહેલા વિરાટ કોહલી વિન્ડીઝના પ્રવાસે જવાનો નથી તેવા સમાચાર આવ્યા હતા, પરંતુ હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિન્ડીઝના પ્રવાસ પર જઈ શકે છે. 

ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવનાર કેપ્ટનના ભવિષ્ય પર ઉઠવા લાગ્યા સવાલ, સ્ટ્રોસે કરી આ વાત 


મહત્વનું છે કે વિરાટ કોહલી વિશ્વ કપ 2019મા એકપણ સદી ફટકારી શક્યો નથી. પરંતુ તેણે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 9 મેચમાં 55.38ની એવરેજથી 443 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 94.06 રહી હતી અને તેણે ભારતીય ટીમ માટે કુલ 5 અડધી સદી ફટકારી હતી.