નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરૂષ્કાની જોડીના આ ફોટો પર ફેન્સના ખુબ પ્રેમભર્યા રિએક્શન મળી રહ્યાં છે. 


વિરાટ કોહલીએ અનુષ્કાની સાથે પોતાનો એક ફોટો ટ્વીટ કર્યો છે, તેમાં અનુષ્કા એક ખુરશી પર બેઠા છે અને કોહલી તેના ખોળામાં લોટીને પોઝ આપી રહ્યો છે. કોહલીએ આ ટ્વીટના કેપ્શનમાં દિલ વાળી ઇમોઝી આપી છે. આ ફોટોમાં જ્યારે કોઈ વિના શર્ટ-ટીશર્ટના ડેશિંગ લાગી રહ્યો છે, તો અનુષ્કા પણ ગોગલ્સની સાથે ખૂબસૂરત લાગી રહી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર