નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રમાનાર વનડે સિરીઝમાં વિરાટ કોહલી સામેલ થશે કે નહીં તેને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે વિરાટ કોહલીએ બીસીસીઆઈ પાસે બ્રેક માંગ્યો છે, પરંતુ હવે આ મામલે બોર્ડ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. બીસીસીઆઈનું કહેવું છે કે વિરાટ કોહલી તરફથી હજુ સુધી વનડે સિરીઝમાંથી બ્રેક માટે કોઈ સત્તાવાર રિક્વેસ્ટ કરવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના અધિકારી પ્રમાણે- હજુ સુધી વિરાટ કોહલીએ કોઈ ઓફિશિયલ રિક્વેસ્ટ આપી નથી, ન તો સૌરવ ગાંગુલી કે જય શાહને તેની જાણકારી મળી છે. પરંતુ જો બાદમાં કંઈ નક્કી થાય છે કે કોઈ ઈજા થઈ જાય તો અલગ વાત છે. 


અધિકારી પ્રમાણે, અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં વનડે સિરીઝ રમી રહ્યો છે. 


ભારતે સાઉથ આફ્રિકામાં 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેમાં વિરાટ કોહલી ઉપલબ્ધ હશે અને ટીમની આગેવાની કરશે. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થવાની છે. 


આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમે T20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને તમામને ચોંકાવ્યા


પુત્રીનો જન્મદિવસ મનાવવા માટે બ્રેક લઈ રહ્યો છે વિરાટ!
અત્યાર સુધી જે રિપોર્ટ આવ્યા છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલીએ વનડે સિરીઝમાં બ્રેક માંગ્યો છે. કારણ કે જાન્યુઆરીમાં વિરાટની પુત્રી વામિકાનો પ્રથમ જન્મદિવસ છે, તેથી તે પરિવારની સાથે સમય પસાર કરવા ઈચ્છા છે. વિરાટની પુત્રીનો જન્મદિવસ 11 જાન્યુઆરી છે, તે સમયે વિરાટ કોહલી ટેસ્ટ રમી રહ્યો હતો અને તેવામાં તે ટેસ્ટ સિરીઝ બાદ બ્રેક લેવા ઈચ્છે છે. 


સૂત્રો પ્રમાણે મોટાભાગના ખેલાડી પોતાના પરિવારની સાથે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે, બાયો-બબલને કારણે તા સફર ચાર્ટર્ડ ફ્લાઇટમાં થશે. ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પણ પરિવાર સાથે જશે. જો તે ટેસ્ટ સિરીઝ બાદ બ્રેક લેવા ઈચ્છે છે તો તેણે બોર્ડ સચિવ અને પસંદગીકારોને જાણ કરવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube