મેડમ તુસાદમાં સચિન બાદ હવે વિરાટ કોહલીની પ્રતિમા
કોહલીની પ્રતિમાને ભારતીય ટીમની સત્તાવાર જર્સીથી સજાવવામાં આવી, જેને ખુદ કેપ્ટન કોહલીએ ભેટ કરી છે. કોહલી બીજો એવો ભારતીય ક્રિકેટર છે, જેના મીણના પુતળાનું પ્રખ્યાત મેડમ તુસાદમાં અનાવરણ કરવામાં આવ્યું છે.
લંડનઃ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર બાદ કેપ્ટન વિરાટ કોહલીની મીણની પ્રતિમાનું લોર્ડ્સના પ્રખ્યાત મેડમ તુસાદ મોમ સંગ્રાહાલયમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત મેડમ તુસાદમાં કેપ્ટન કોહલીના મીણના પુતળાનું અનાવરણ વિશ્વકપ શરૂ થયાના એક દિવસ પહેલા બુધવારે કરવામાં આવ્યું હતું.
કોહલીની પ્રતિમાને ભારતીય ટીમની સત્તાવાર જર્સીથી સજાવવામાં આવી, જેને ખુદ કેપ્ટન કોહલીએ ભેટ કરી છે. કોહલી બીજો એવો ભારતીય ક્રિકેટર છે, જેના મીણના પુતળાનું પ્રખ્યાત મેડમ તુસાદમાં અનાવરણ કરવામાં આવ્યું છે. આ પહેલા સચિનની પ્રતિમાનું 2009માં અનાવરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં વિરાટ કોહલીનું પુતળુ પહેલાથી છે.