9 કલાકે, 9 મિનિટઃ વિરાટ કોહલીનું પીએમ મોદીના `દીપ પ્રગટાવો` અભિયાનને સમર્થન, લખ્યો ખાસ મેસેજ
હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટરોએ પીએમના મેસેજને ફોલો કરવાની અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે અભિયાનનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે દેશવાસીઓને 5 એપ્રિલ એટલે કે આજે રાત્રે 9 કલાકે 9 મિનિટ સુદી દીપ પ્રગટાવવાની વિનંતી કરી છે. વિરાટે ટ્વીટર પર પીએમ મોદીને ટેગ કરતા લખ્યું- સ્ટેડિયમની શક્તિ તેના પ્રશંસકોથી છે. ભારતની ભાવના પોતાના લોકોથી છે. આજે રાત્રે 9 કલાકે 9 મિનિટ..... આવો વિશ્વને દેખાડીએ, આપણે એક સાથે છીએ.
તેણે આ સાથે કોરોના વાયરસનો મુકાબલો કરી રહેલા ડોક્ટરો, પોલીસકર્મીઓ અને તે તમામ યોદ્ધાઓ તરફ ઇશારો કરતા લખ્યું- આવો આપણા સ્વાસ્થ્ય યોદ્ધાઓને દેખાડીએ કે આપણે તેની સાથે ઊભા છીએ. ટીમ ઈન્ડિયા- પ્રજ્વલિત. મહત્વનું છે કે પીએમ મોદીએ વીડિયો સંબોધનમાં કહ્યું હતું કે પાંચ એપ્રિલ રવિવારની રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી પોતાના ઘરોની લાઇટ બંધ રાખો અને આ દરમિયાન પોતાના ઘરના દરવાજા કે પછી બાલકની પર આવીને રોશની પ્રજ્વલિત કરો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube