નવી દિલ્હી : ક્રિકેટર વિરાટ કોહલીએ પુલવામાં થયેલા આતંકી હુમલાના પગલે શનિવારે થનારા આરપી-એસજી ભારતીય ખેલ સન્માન (આઇએસએચ) કાર્યક્રમને સ્થગિત કરી દીધો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો શહીદ થયા છે. ભારતીય ખેલ સન્માન આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ અને વિરાટ કોહલી ફાઉન્ડેશનનો સંયુક્ત પ્રયાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INDvsAUS: શું કામ કાર્તિકની જગ્યાએ થઈ પંતની પસંદગી ? થયો મોટો ખુલાસો


વિરાટ કોહલી ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું છે કે આરપી-એસજી ભારતીય ખેલ સન્માનનું આયોજન શનિવારે રાત્રે થવાનું હતું પણ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના શહીદ થયેલા જવાનોના સન્માનમાં આ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મનોરંજન અને સ્પોર્ટસની દુનિયાની સેલિબ્રિટી હાજર રહેવાની હતી.


વિરાટે શુક્રવારે ટ્વીટ કરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વિરાટે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે ‘પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના ન્યૂઝ સાંભળી આઘાતમાં છું. શહીદોને મારા તરફથી શ્રદ્ધાંજલિ. ઘાયલ જવાનો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.’


રમતજગતના સમાચાર જાણવા કરો ક્લિક...