નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટની ઓળખ બોલિંગથી થાય છે અને તે સત્ય પણ છે. પાકિસ્તાને વિશ્વ ક્રિકેટમાં વસીમ અકરમ, ઇમરાન ખાન, શોહેબ અખ્તર જેવા શાનદાર બોલરો આપ્યા છે અને દેશના ઉભરતા બોલર પણ તેની ઓળખાણ બનાવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટમાં ઉભરતા એક બોલરનું નામ આ દિવસોમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે કે આ બોલર વિશ્વના ત્રણ ટોપ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવવા માંગે છે. પાકિસ્તાનના 26 વર્ષિય રુમ્મન રઇસનું કહેવું છે કે તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, આફ્રિકાના સ્ફોટક બેટ્સમેન એબીડી અને ટેસ્ટ ક્રિકેટના નવા સ્ટાર સ્ટીવ સ્મિથને આઉટ કરવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પાકિસતાન બોલરે રુમ્મન રઈસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. રઈસની ઈચ્છા છે કે તેના ક્રિકેટ કેરિયરમાં એક વિકેટ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ જરૂર લખેલુ હોય. લેફ્ટ આર્મ ફાસ્ટર બોલર પોતાના કેરિયરમાં વિરાટને એકવાર જરૂર આઉટ કરે, કેમ કે તેના માટે આ મોટી સફળતા હશે. 


રઈસનું કહેવું છે કે, મેં અત્યાર સુધી સ્મિથ, વિરાટ કોહલી અને એબીડીને બોલિંગ કરી નથી. પરંતુ મેં કેન વિલિયમ્સનને બોલિંગ કરી છે અને તેને આઉટ કરવો મુશ્કેલ છે. તેની ટેક્નિક  શાનદાર છે. તેમ છતા હું તેની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 


રુમ્મન રઈસ આ દિવસોમાં પાકિસ્તાન સુપર લીગમાં ઇસ્લામાબાદ યૂનાઇટેડ તરફથી દુબઈમાં રમી રહ્યો છે. તેનું કહેવું છે કે તે એક બોલથી વિરાટ, સ્મિથ અને એબીડીને આઉટ કરી શકે છે. તેણે જણાવ્યું કે, હું કોઈને પડકાર આપતો નથી પરંતુ મને વિરાટ, સ્મિથ અને એબીડી સામે બોલિંગ કરવાનો અવસર મળશે ત્યારે હું શાનદાર પ્રદર્શન કરીશ અને તે અનુબવ ખાસ હશે. 


તમને જણાવી દઈએ કે રુમ્મનને યોર્ક અને ઇનસ્વિંગ માટે જાણવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનનો મોહમ્મદ આમિર ગત વર્ષે ચેમ્પિયન ટ્રોફીમાં વિરાટને આઉટ કરવામાં સફળ રહ્યો હતો અને તે આ વિકેટને ખાસ ગણાવે છે. 


પીએસએલે રુમ્મન રઈસને આપી ઓળખ
26 વર્ષના રુમ્મન રઈને ડાબા હાથનો ફાસ્ટ બોલર છે અને 2016માં રમાયેલી પાકિસ્તાન સુપર લીગથી તેને ઓળખાણ મળી હતી. રઈસે સપ્ટેમ્બર 2017માં વેસ્ટેઈન્ડિઝ વિરુદ્ધ પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. 2017માં પીએસએલ દરમિયાન રઈસે 7 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. તે અત્યાર સુધીમાં 9 ઈન્ટરનેશનલ મેચમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે.