વિકેટ લીધા બાદ કોહલીએ કરી તેની સ્ટાઇલમાં ઉજવણી, જુઓ VIDEO
મુશફિકુર રહીમ પહેલા તમીમ ઇકબાલ એકમાત્ર બેટ્સમેન છે, જેણે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં 4 હજાર કરતા વધુ રન બનાવ્યા છે.
સિડનીઃ ભારત અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ ડ્રો રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં તેણે ભારતને તે સમયે વિકેટ અપાવી જ્યારે ભારતના મુખ્ય બોલર વિકેટ ઝડપવામાં અસફળ રહ્યાં હતા. વિકેટ લીધા બાદ કોહલીની પ્રતિક્રિયા રસપ્રદ હતી, બેટ્સમેનને આઉટ કર્યા બાદ તે ચોંકી ગયો અને પછી તેની સ્ટાઇલમાં ઉજવણી પણ કરી હતી.
વિરાટ કોહલીએ પોતાની છઠ્ઠી ઓવરના પ્રથમ બોલે સદી ફટકારી ચુકેલા હેનરી નિલ્સનને ઉમેશ યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ હેનરીએ પણ તેને શુભેચ્છા આપી હતી. વિરાટ કોહલી વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ ચાર-ચાર વિકેટ ઝડપી ચુક્યો છે. પરંતુ ટેસ્ટ મેચમાં તે અત્યાર સુધી વિકેટ ઝડપી શક્યો નથી અને આ વિકેટ તેના રેકોર્ડ સાથે જોડાશે નહીં.
વિરાટે પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે પણ કેટલિક ઓવર બોલિંગ કરી હતી. બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં અશ્વિને જણાવ્યું કે, મુખ્ય બોલરો થાકી જવાને કારણે વિરાટે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.