વિરાટ કોહલી છે સેલિબ્રિટી નંબર 1, કમાણીનો આંકડો છે હજારો કરોડ
ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિજય મેળવ્યા પછી કેપ્ટન કોહલીની ચારે તરફ વાહ વાહ થઈ રહી છે
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિજય મેળવ્યા પછી કેપ્ટન કોહલીની ચારે તરફ વાહ વાહ થઈ રહી છે. તેની કેપ્ટનશીપ વિશે કેટલાય સિનિયર ખેલાડીઓ પણ વખાણ કરી ચૂક્યા છે. મામલો બેટિંગનો હોય કે, કેપ્ટનશીપમાં દરેક મુદ્દે તેમે પ્રથમ ક્રમ મેળવીને પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ બ્રાંડ વેલ્યુની યાદીમાં કોહલીએ બોલિવૂડના સ્ટારને પણ પાછળ રાખી દીધા છે.
ભારતના બીજી હસ્તીઓની સરખામણીમાં કોહલી પ્રથમ ક્રમે રહ્યો છે. બ્રાંડ વેલ્યુની બાબતમાં તેણે બીજા સેલિબ્રિટીઓએ પાછળ રાખી દીધા છે. ટીમ ઈન્ડિયાના આ કેપ્ટન સ્ટારનો દબદબો સતત બીજા વર્ષે યથાવત રહ્યો છે.
ટોપ સેલિબ્રિટી અને એની બ્રાન્ડ વેલ્યુ
વિરાટ કોહલી - ₹1196 કરોડ
દીપિકા પાદુકોણ - ₹717 કરોડ
રણવીર સિંહ - ₹441 કરોડ
શાહરૂખ ખાન - ₹424 કરોડ
સલમાન ખાન - ₹390 કરોડ
અમિતાભ બચ્ચન - ₹288 કરોડ
આલિયા ભટ્ટ - ₹252 કરોડ
હૃતિક રોશન - ₹217 કરોડ
કોની પાસે કેટલી જાહેરાત?
વિરાટ કોહલી - 24
અક્ષયકુમાર - 22
દીપિકા પાદુકોણ - 21
રણવીર સિંહ - 25
શાહરૂખ ખાન - 13
ગયા વર્ષે કેટલી વધી બ્રાન્ડ વેલ્યૂ ($ મિલિયન)
સેલિબ્રિટી 2018 2017
વિરાટ કોહલી 171 144
દીપિકા પાદુકોણ 102 93
અક્ષયકુમાર 67 47
રણવીર સિંહ 63 42
શાહરૂખ ખાન 61 106