IND Vs ENG: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પણ બહાર રહેશે. ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં વિરાટ કોહલી વાપસી કરશે કે નહીં તેની માહિતી હજુ સામે આવી નથી. ઈએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટમાં વિરાટ કોહલી પસંદગી માટે ઉપલબ્ધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી સિરીઝની શરૂઆતી બે મેચમાં નામ પરત લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂાતી બે મેચો માટે ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી હતી. પરંતુ સિરીઝના એક દિવસ પહેલા વિરાટ કોહલીએ નામ પરત લઈ લીધુ હતું. વિરાટ કોહલી કયાં કારણે ટીમમાંથી બહાર છે તેના વિશે કોઈ જાણકારી ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી આપવામાં આવી નથી. બીસીસીઆઈનું કહેવું છે કે વિરાટ કોહલીએ પ્રાઇવેસીનો હવાલો આવ્યો છે અને તે આ વાતનું ધ્યાન રાખી રહ્યું છે. પરંતુ વિરાટ કોહલીએ ટીમમાંથી નામ પરત લેતા પહેલા ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. પરંતુ કોઈએ વિરાટ કોહલી ટીમમાં ન હોવાનું કારણ જણાવ્યું નથી. 


આ પણ વાંચોઃ ICC Test Rankings: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1 ટેસ્ટ બોલર


શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે વિરાટ કોહલી
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ન રમતા ટીમ ઈન્ડિયાને એક ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને વિશ્વકપમાં પણ રેકોર્ડ રન બનાવ્યા હતા. ત્યારબાદ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ મેચમાં કોહલીએ સારી બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાને મિડલ ઓર્ડરમાં કોહલીના અનુભવની ખોટ પડી રહી છે. વિરાટ કોહલી સિવાય ટીમમાં કોઈપણ ખેલાડી એવો નથી જેની પાસે 100થી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ હોય.